________________
૨૬૨
આનંદઘન પદ - ૩૭
આવી શીલરૂપી લંગોટને સમકિતરૂપી દોરીથી કમર (કાયા) સાથે નહિ પણ ચિત્ત સાથે બાંધીને ઉપર શમ, સંવેગ, નિર્વેદ, આસ્તિક, અનુકંપા તથા સમકિતના સડસઠ પ્રકારની ગાંઠ દુલ દુલ દુલાઉં એટલે કે કસકસાવીને બાંધી છે.
મારો રોગ આવો ચિત્ત નિરોધનો છે અને સાધના સમત્વની છે તેથી પ્રાપ્ત મન વચન કાયાનું પ્રવર્તન સમિતિથી સંયમિત (નિયંત્રિત) અને ગુપિતથી ગુપ્ત યોગપ્રવર્તન છે. કુલ સ્વરૂપ કામરાગ, રત્નત્રયી - તત્ત્વત્રીના રાગ રૂપે, સ્નેહરાગ ષડકાયરક્ષાથી જીવપ્રેમરૂપે અને દષ્ટિશગા આત્મા-ચૈતન્યચિહ્વનના - સ્વરૂપના રાગ રૂપે પરિવર્તિત થયો છે.
શીલરૂપ લંગોટ સમ્યક્ત્વરૂપી દોરી વડે ચિત્ત સાથે શમ, સંવેગાદિની ગાંઠો મારી બાંધી ન હોય તો તે લંગોટ ઉતરી જતાં વાર લાગતી નથી. આ સમ્યગ્દર્શન તો તત્ત્વગુહામાં - આત્મગુહામાં - અંત:સ્તલમાં ઝગઝગી રહેલ અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતવીર્ય, અનંતસુખ રૂપ દિપક - આત્મરત્ન તેજના પ્રકાશદર્શન કરાવતું રહી ચિત્તને તે તરફ જ આકર્ષે છે - ધકેલે છે. સમ્યગ્દર્શને આત્મરત્નના - સ્વરૂપ સોંદર્યના દર્શન તો કરાવ્યા પણ હવે એ ભીતરમાં ભંડરાઈને પડેલા એ મારા વહાલા ચેતવ્ય રત્નને હું કેમ કરીને જગાઉ અર્થાત્ પ્રકાશમાં લાઉં એટલે કે મારું સ્વરૂપ પ્રગટ કરું ?
અષ્ટફર્મ કંકી ધૂની, ધ્યાન અગન જલાઉ ઉપશમ છનને ભસ્મ છણાઉ, મલમલી અંગ લગાઉ રે
વાહલા તા.૨. સ્વરૂપદષ્ટા બનેલા યોગીકવિ સ્વરૂપકર્તા બની સ્વરૂપપ્રાગટ્યના માર્ગનું દિગ્દર્શન કરી રહ્યાં છે. દિગ્દર્શનની ખૂબી તો એ છે કે સામાન્ય જનમાં યોગી અને યોગસાધનાની છબી અંકાઈ ગઈ છે તેનું જ રૂપક તેઓશ્રી પ્રયોજી રહ્યાં છે.
કંઇકી એટલે છાણા. આઠ કર્મરૂપી છાણાને ધુણી (ધૂની - વેદી) માં નાખીને ધ્યાનાગ્નિથી સળગાવીને એની જે ભસ્મ (રાખ) થાય તેને સંસારભાવ નિવૃત્તિરૂપ ઉપશમ ગળણું (છનન) લઈ છાનું-ગાળું - ચોળું અને ઉપશમ
જે સ્વસત્તાને ઓળખી લે તે જ પરસતાનો નિકાલ કરી શકે.