________________
૧૦૮
આનંદઘન પદ - ૧૫
હતો તે તો પ્રકૃતિની માલિકીના હોવાથી મારે માટે તો તે ચોરીરૂપ કુકર્મ હતું. પારકી થાપણને પડાવી લઈ પોતાની માની માલિકીપણાનો વર્તાવ કરવો એ કર્મસત્તાની કોર્ટમાં - કુદરતના ન્યાયાલયમાં તો ચોરીનો ગુનો જ ગણાય. એટલું જ નહિ પણ આપણે આપણાજ ત્રણ રત્નો દન, જ્ઞાન, ચારિત્રને વિનાશી પર તત્વો સાથે જોડી એને મિથ્યાત્વના ઘરે ગીરો મૂકી એ અવિનાશીગુણોને વિનાશી સાથે જોડી વિનાશી બનાવ્યા તે આપણી આપણાપણાની મોટી ચોરી છે.
પોતાની માલિકીની ચીજને ઓળખવી નહિ, પોતાની માનવી નહિ અને પરાયી ચીજને પોતાની માની જાતને શાહુકાર સમજી પર વસ્તુ પ્રત્યે મમતા માલિકીના ભાવે વર્તવું તે કલંક-ચોરી છે. આમ તત્ત્વદષ્ટિએ પોતે પોતાનો જ ચોર હોવા છતાં હું ચોર નથી, એવો જે ભ્રમ મતિમાં પેસી ગયો છે, તેને કોઈ જ્ઞાની ગુરનો ભેટો થાય તો તે જ બતાવી શકે અથવા તો પોતે જ સમજણના ઘરમાં આવે તો પોતાનો આ ભ્રમ પોતે દૂર કરવા ઈચ્છે તો જ દૂર થઈ શકે એમ છે. તાત્વિકદષ્ટિએ ઊંડો વિચાર કરતાં વિચારવંતને જણાશે કે ચોર બીજો કોઈ નથી પણ આપણે જ આપણી જાતના ચોરી છીએ. મહામહોપાધ્યાયજીએ , આપણી આવી ચોરીથી આપણને પરમપદના પ્રગટ ચોર કહ્યાં છે.
અમલ કમલ વિકસભયે ભૂતલ, મંદ વિષય શશિ કોર આનંદઘન એક વલ્લભ લાગત, ઔર ન લાખ કિશોર. મેરે.૩.
ભૂતલ એટલે પૃથ્વીના તળમાં કે જે જમીનની અંદરના તળિયાના આઠથી દશ ફૂટનાં આંતરામાં કેવળ સમળ એટલે કાદવકીચડથી ભરેલો દુર્ગથ મારતો મલિન થર હોય છે તે કાદવમાં કમલના બીજના અંકુરા ફૂટે છે અને પછી વેલારૂપે પાણીની સપાટી ઉપર પથરાય છે.
સંસારી ગર્ભજ જીવોની ઉત્પત્તિ પણ ગર્ભની કોથળીમાં - અંધારી કોટડીમાં દુર્ગધ મારતા પ્રવાહીમાં થાય છે અને નવ નવ મહિના એ અંધારી કોટડીમાં રીવાતો રીબાતો વિકસિત થઈ આ ભૂતલ ઉપર અવતરીત થાય છે અને સૂર્યપ્રકાશના દર્શનને પામે છે.
શુભ ભાવો પણ પર સમય છે.