________________
૧૭૨
આનંદઘન પદ - ૨
પદ - ૨૪
(રાગ : રામગ્રી)
मुने माहरो कब मिलसे मन मेलू । मुने | मन मेलु विण केलि न कलिये, वाले कवल कोई वेलु || मुने | ॥१॥ आप मिल्याथी अन्तर राखे, मनुष्य नहीं ते लेलू । आनन्दघन प्रभु मन मलियाविण, को नवि विलगे चेलू || मुने | ॥२॥
આ પદમાં પૂજ્ય યોગીરાજ આનંદઘનજી મહારાજાની ચેતનાનો શુદ્ધચેતના - શુદ્ધાત્મા - પરમાત્માને મળવાનો તડફડાટ, તલસાટ, તાલાવેલી, વલોપાત, તીવ્ર તપન Burning desire વ્યકત થાય છે.
મુને મારો કબ મિલસે મન મેલ મન મેલૂ વિણ કેલિન કલિયે, વાલે કવલ કોઈ વેલું. મુને..
મારું મન જેના મેળ-મિલન-મેળાપ માટે રાતદિવસ ઝંખી રહ્યું છે, તે મારા મનને મુકાવનાર - છોડાવનાર - મેલાવનાર, ઈચ્છા અને વિચારરૂપી જે મન, ઈચ્છાથી અશાંત અને વિચાર-વિકલ્પથી વ્યાકુળ છે, તેવાં મનને અમન બનાવી શાંત, ઉપશાંત, પ્રશાંત, નિરાકુલ, નિર્વિકલ્પ બનાવનાર, મારો મનનો માનેલો. મારો માણીગર ચૈતન્યદેવ પરમાત્મા મને કયારે, કેમ કરીને, કયાં મળશે ? સ્વયં યોગીરાજજીએ ગાયું છે કે “નિરંજન નાથ મોહે કેસે મિલેંગે ?”
પુરુષ અને પ્રકૃતિના સંયોગથી મન ઉત્પન્ન થયેલું છે. આ પ્રાપ્ત મન જ અંતરતમસ્થિત ભગવાન આત્મા ચેતન્યદેવ સાથેના મેળાપમાં અંતરાયભૂત બની રહ્યું છે. આ માથું ઊંચુ રાખી અક્કડ ફરતું મન જો માથું નમાવતું થાય - વાંકુ વળી નમન કરતું થાય તો ન-મન એટલે કે અમન થાય અર્થાત્ ઈચ્છા કરતું અટકી નીરિહી-નિર્મોહી-વીતરાગી બને અને વિચાર કરતું અટકી નિર્વિચારી થઈ નિર્વિકલ્પ બને. મન ખાલી થાય તો ભરાય. પનિહારી પણ ખાલી ઘડો કૂવામાં નાંખી વાંકોવાળી નમાવે છે તો જલરસથી ભરાય છે. આમ માનમાં
સખ્યત્વ પામવાની ભૂમિકા સ્વરૂપનો તલસાટ છે.