________________
૧૮૦
આનંદઘન પદ - ૨૫.
નથી કે પછી સમતારસ - સ્વરૂપ ગુણરસ રૂપી મધના અનુપાન સહિતનું
ઓષધપાન કરાવનાર પ્રગટજ્ઞાની પુરુષ - તીર્થંકર ભગવંતો - ગણધર ભગવંતો. - કેવળજ્ઞાની ભગવંતો - પૂર્વધર મહર્ષિ ભગવંતો - શ્રુતકેવળી ભગવંતો - આગમજ્ઞ જ્ઞાની ગુરભગવંતો રૂપી ભવરોગ નિવારક આત્મઆરોગ્ય પ્રદાયક વૈદ્યના વિયોગમાં હવે જીવિત રહી શકાય એવી આત્મસ્થિતિ નથી.
કવિ વીરવિજયજીએ પણ ગાયું છે... સીમંધર સીમંધર હૃદયે ધરતો, પ્રત્યક્ષ દરિશનની આશા હું કરતો એવા વિયોગના દુઃખ મારા, કહેજો ચાંદલિયા;
કહેજો ચાંદલીયા સીમંધર તેડા મોકલે. સંસારી સુખ મને કારમુ જ લાગે, તુમ વિણ કહું કોની રે આગે. એવા વીરવિજયના દુઃખ કહેજો ચાંદલીયા,
કહેજો ચાંદલીયા સીમંધર તેડા મોકલે. પદનો બોધ એ છે કે ઉપાદાન ગમે એટલું તૈયાર થયું હોય - કોડિયુ ઘી - વાટ સહિત ગમે એવું સુંદર મજાનું બનાવ્યું હોય પણ જો એને યોગ્ય નિમિત્તની સ્પર્શના ન થાય - પ્રગટ દીવાની જ્યોત એને ઝગાવે નહિ ત્યાં સુધી એ ઝગે (પ્રગટે) નહિ. માટે જ જ્ઞાનીએ કહ્યું છે કે મોક્ષ દુર્લભ નથી પણ મોક્ષદાતા મળવો દુર્લભ છે. કહે છે એવો રોગ નથી કે બાર માઈલના ઘેરાવામાં એની ઓષધિરૂપ વનસ્પતિની મોજુદગી નથી. ફકત તેના જાણકાર અને પ્રયોજકની જ ખામી છે. કારણ ઉપાદાન તૈયાર થવા માટે નિમિત્તની જરૂર છે કેમકે કારણ ઉપાદાન તૈયાર થાય પછી જ તે સ્વયંના પુરુષાર્થથી કાર્ચ ઉપદાના રૂપે પરિણમે છે.
अमंत्रम् अक्षरम् नास्ति, नास्ति मूलम् अनौषधम् ।
अयोग्य: पुरुषो नास्ति योजकस्तत्र दुर्लभः ॥ સજીવનમૂર્તિના લક્ષ્ય વિના જે કાંઈ કરાય છે તે જીવને બંધન છે એવું અમારું હૃદય કહે છે.....
- આત્મદર્શી પુરુષ.
સંતને પ્રતિકાર ન હોય પણ માત્ર સહજ સ્વીકાર હોય.