________________
આનંદઘન પદ ૨૬
હું જાણતો નથી, જાણવા ઈચ્છતો નથી. બાહ્ય ભૌતિક વિજ્ઞાન પણ પુદ્ગલ કેન્દ્રિત પુદ્ગલ વિજ્ઞાન છે. એ કાંઈ આત્મવિજ્ઞાન નથી. તેથી તેવી કલાઓએ કરીને હું પ્રભુ ! તારી ભજના કરવાનું જાણતો નથી. ભલે આનંદઘનજી મહારાજા કહેતાં હોય કે હું આ બધું નથી જાણતો પણ હકીકત તો એ છે કે રાગ રાગિણીમાં પદો સ્તવનોની રચના કરનારા અને તે દ્વારા ગહન આધ્યાત્મિક રહસ્યોના ઉદ્ઘાતા, સ્વર્ણસિદ્ધિની લબ્ધિ ધરાવનાર આવી કંઈ કલાઓના અચ્છા જાણકાર પ્રવિણ હોવા છતાં એમને મન પ્રથમ કડીમાં જણાવ્યા મુજબ, આ બાહ્ય જ્ઞાન વિજ્ઞાન કલાઓની કોઈ ગણતરી - મૂલ્ય નહોતું. કારણ કે તેઓશ્રીને પ્રતીતિ થઈ ગઈ હતી કે આ બધીય બાહ્યકલા પુદ્ગલના માધ્યમથી પુદ્ગલ વડે થતી પુદ્ગલના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ ગુણની ઈન્દ્રિય પોષક કલા છે જેનાથી વિષયોની પુષ્ટિ છે અને કષાયોની વૃદ્ધિ છે. એમાં કરવાપણા, બનવાપણા, થવાપણાનો સક્રિયતાનો અસ્થાયી આનંદ છે.
૧૮૫
જ્યારે આત્મકલા, એ કશાય બાહ્ય પુદ્ગલના માધ્યમ વિનાની આત્મા વડે આત્મામાં થતી નિષ્કષાય નિરાવરણ થવાની કલા છે, જેમાં હોવાપણાનો અક્રિયતાનો સ્થાયી આનંદ છે. એ વીતરાગની દીઘી વીતરાગ થવાની કલા છે.
જેમણે પુરુષોની ૭૨ કલા અને સ્ત્રીઓની ૬૪ કલા આ અવસર્પિણીના કાળમાં સર્વપ્રથમ શીખવી તે આપણા સહુના આદ્ય કલાગુરુ આદિનાથ ઋષભદેવ પરમાત્મા પણ આ બધી બાહ્યકલાઓની પ્રવિણતાને બાજુએ હડસેલી આત્મકલાના માર્ગે વળ્યા અને અનેકોને એ આત્મકલા સર્વપ્રથમ શીખવીને તે આત્મકલાના માર્ગે વાળ્યા.
. साधारणी ज्ञानविधोरशेषा शेष कला के कलयन्ति नौच्चै । धत्ते पदं या भवमुर्ध्नि तां यः प्रेक्षेत वैराग्यकलां स धन्यः ॥
વૈરાગ્ય કલ્પલતા.
જ્ઞાનરૂપી ચંદ્રમાની સોળ કળાઓ બતાવીને કહે છે કે એક વૈરાગ્યકળા સિવાયની બાકીની ચિત્રકળા, શિલ્પકળા, સંગીતકળા વિગેરે કળાઓ કોણ નથી જાણતું ? અર્થાત્ બધા જ જાણે છે પરંતુ સંસારરૂપી કાળભોરીંગ નાગના
નિત્યનું વિસ્મરણ તો જ થાય જો નિત્યની પ્રાપ્તિનું લક્ષ સતત સ્મરણમાં રહે.