________________
૨૨૮
આનંદઘન પદ - ૩૧
ધારક આત્માનો અને એ આત્માના અનંત સ્વ-ગુણ - સ્વરૂપગુણ એવાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપનો; દર્શનાચારાદિ પાંચ આચારનો, રત્નત્રયીનો અને દેવ-ગુરૂ-ધર્મરૂપ તત્ત્વત્રયીનો સથવારો છે. - આ તરફના ચઢાણ - આરોહણ - ઉન્નતિને છોડી ક્યાં તમે ઢળાણ તરફ ખાઈમાં પડવા જાઓ છો? પાછા વળો સ્વામીનાથ પાછા વળો ! “સમયે યન ના પ્રમાણે ગોતમ ગણધરને કહેવા દ્વારા પ્રભુ મહાવીર સ્વામીજીએ તમને મને સહુને કહ્યું છે કે એક પળનો પ્રમાદ કરીશ નહિ. એક પળનો પ્રમાદ - એક ઝોકું ખાશે અને સ્ટીયરીંગ ઉપરનો - મન ઉપરનો કાબુ - નિયંત્રણ ગુમાવી બેસશે તો સીધો ખાઈમાં ધકેલાઈ જઈશ અને અહીં સુધીનું સાધેલું આરોહણ સઘળુંય એળે જશે. હવે તો શિખરે પહોંચીને જે શ્વાસ હેઠો મૂકવાનું - પોરો ખાવાનું રાખજે. વચ્ચે વિસામો લેવાની વાત જ ભૂલી જજે ! ઘરનો - પોતાનાનો સાથ છે, પોતાનાની હુંફ છે તો હામ ભીડી શિખર સર કરી લે ! અપ્રમત્ત રહી શ્રેણિના સોપાને પગરણ કરી શ્રેય સાધી લે ! પ્રેય પામી લે ! ઉત માયા કાયા કબ ન જાત, યહુ જડ તુમ ચેતન જગ વિખ્યાત; ઉત કરમ ભરમ વિષ વેલી અંગ, ઈત પરમ નરમ મતિ મેલિરંગ. *
કિત...૨. ઉત એટલે ઉ તરફ - એ તરફ - પેલી તરફ ” એ બાજુએ તો કાયાના કામણની માયા છે. કાયાના કામણ ટુમણમાં આવી જઈ એની માયાના ફંદામાં ફસાઈ ગયા અને એના કબજામાં જો આવી ગયા, તો એ કાયાની માયા કયારેય એના કબજામાંથી જવા દે - ચસકવા પણ નહિ દે એવી છે.
યહ એટલે એ કાયા રૂપી હોવાથી એના રૂપના મોહની જાળમાં તમને ફસાવી મારે એમ છે પણ આપ આપના મતિજ્ઞાન શ્રુતજ્ઞાન સાથીઓનો સથવારો લેશો અને શાણા બની જરા વિચારશો તો જણાશે કે રૂપી એવી - સ્વરૂપવાન એવી કાયા પણ તમારી નથી. એ પર છે, જડ છે અને વિનાશી છે. ત્યારે તમે પોતે તો ચેતન છો - આનંદઘન તરીકે મલક આખામાં વિખ્યાત છો ! જડ, જડને જાણતું નથી. હે ચેતન ! તું તો તને પોતાને પણ જાણે છે અને જગત
શાસ્ત્રજ્ઞાની શાસ્ત્રજ્ઞનો મોક્ષ નથી પણ આત્મજ્ઞાની આત્મજ્ઞનો મોક્ષ છે.