________________
આનંદઘન પદ - ૩૬
૨૫૫
કાયાના બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, જન્મ-જરા-મૃત્યુ, રોગ, શોક, ભય, કુરૂપતા, અશુચિતા, દુર્ગધતા, જુગુપ્સા, નીરસતા ઈત્યાદિ ધર્મોને જાણી ચેતન કાયા પ્રત્યે ઉદાસીન બને છે, ત્યારે કાયા ચેતનને ઠપકો આપતા કહે છે કે “વાહ રે મારા નાથ ! તારી સાથે મેં સ્નેહ સંબંધ બાંધ્યો કે આપણે એકમેકના સ્નેહરાગમાં રંગાઈને હસીશું, ખેલીશું, હરશું – ફરશું અને મોજમજા કરતાં રતિક્રીડા કરીશું પરંતુ તું નીરાગી (ઉદાસીન) નીકળ્યો. મારી યુવાની (જોબન) તો (યૂ હી) આમ નીરસતામાં જ એળે જઈ રહી છે - વેડફાઈ રહી છે. મીઠો - ભાલો જાણીને મેં તારી સાથે મીઠડો સંબંધ બાંધ્યો અને તું તો માઠો - ભંડો નીકળ્યો. ભોગી જાણીને ભોગસંબંધે બંધાઈ હતી પણ એ તો. યોગી નીકળ્યો અને મને ભોગમાયાને ભોગવવાને બદલે એ યોગીએ તો મને એના યોગનું સાધન બનાવી દીધી. જો ને સખી (સજની) મમતા ! કેવો નિહાળ્યો હતો અને કેવો નિવડ્યો ? આની સાથે તો મારે રન) રાત રડી રડીને (રોતે) પસાર (વિહાય-વિતાવવી) કરવી પડે છે.”
કાયાની વાત બાજુએ રાખી પદના આ પ્રથમ ચરણનું આધ્યાત્મિક અર્થઘટન એમ પણ થઈ શકે એમ છે કે;
આત્મા જ્યારે ચોથા ગુણઠાણે ક્ષયોપશમભાવ કે ક્ષાયિકભાવમાં વર્તતો હોય છે ત્યારે તે તેની બાલ્યાવસ્થા - પ્રાથમિક ભૂમિકાનો વિકાસ હોય છે કારણ કે હજી ચારિત્રમોહનીચનો ક્ષયોપશમ કે ક્ષય કરીને ચેતનાનું સર્વાગ શુદ્ધિકરણ કરી શુદ્ધચેતનમાં વિલિનીકરણ કરી, દ્રવ્ય-ગુણ-પર્યાયની અભેદતારૂપ આત્મરમણતા એટલે કે બ્રહ્માનંદ એવો પૂર્ણ આત્માનંદ - સહજાનંદ પ્રાપ્ત થયો નથી. તેથી જ ચેતના કહે છે કે શુદ્ધ સ્વભાવમાં - શુદ્ધાત્મમાં ખેલતા - રમતા નિજ સહજાનંદમાં મશગુલ બનવાની ઈચ્છાપૂર્તિ - ધ્યેયપૂર્તિ થતી નથી અને મારે રડી રડીને રેન-રાત વીતાવવી પડે છે. તારા જેવાં શુદ્ધ ચેતનસ્વામીનો મારા જેવી ચેતનાને સંગ મળ્યો છે. - તું નાથ જેવો નાથ મળ્યો છે અને મારું આયખું - જીવતર, વળી તેમાંય ક્ષાયોપથમિક કે સાયિક ભાવની સમ્યગ સમજ એટલે કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાનનો યોવનકાળ સમ્યગ ચારિત્રરૂપ આત્મરમમાણતા વિનાનો વીતી જાય તે કેમ ચાલે ? એ જ કેવલદર્શન,
Íકત વ્યક્તથી મહાન બનવા જાય તો સંસારમાં ભટકે.