________________
૨પ૪
આનંદઘન પદ - ૩૬
જ્યારે પુદ્ગલ-પ્રકૃતિ સાંભળવાનો ગુણ તો ધરાવે છે પણ આંધળી છે. આમ દેખે છે તે સાંભળતો નથી અને સાંભળે છે તે દેખતો નથી તેથી આંધળો અને બહેરો બંને એકમેકના સાથમાં અથડાય છે અને કુટાય છે.
પ્રકૃતિની આ માયાવી રમતને યોગીરાજજીએ બરાબર ઓળખી લીધી છે. એક વિશાળ પરિવારમાં પચાસ માણસો હોય, એ પચાસ વ્યક્તિની જરૂરિયાત પણ જૂદી જૂદી હોય અને સ્વભાવ પણ જૂદા જૂદા હોય છે. પરંતુ પરિવારના અનુભવી વડિલ ચતુર હોય, બધાનું બધું જોનારા અને જાણનારા હોય, માધ્યસ્થા હોય તો સમભાવે બધાંયને સમજાવી પટાવી, બધાનું બધું સચવાઈ જાય અને બધાંની બધી વાતોનો કુનેહથી ઉકેલ આણી બધાંને ભેળાં રાખી કુટુંબનો સંપ જાળવી શકે છે. પરંતુ આ શક્ય તો જ બને છે કે બધાં એના કાબુમાં હોય. અને એ બધાંની ભેળો હોવા છતાં વેગળો રહેતો હોય. એ જ રીતે આત્મા જ શાણો થાય તો પ્રકૃતિની વચ્ચે રહીને પણ પ્રકૃતિથી પર (અળગો) રહી પ્રકૃતિની હલચલને શાંત કરી જીવનયુક્ત દશાને પામી શકે છે, જો એ પોતાના જોવા - જાણવાના જ્ઞાતા-દષ્ઠા ભાવમાં રહે અને પ્રકૃતિની હલચલને, જગતા આખાને નિમિત્તરૂપ નિર્દોષ જોતો રહી, જાતને જ દોષિત ઠેરવીને પૂર્વે જે પર ભર્યું છે (પુરણ કર્યું છે), તે પરમાર્ચ - પરભારું - બારોબાર જઈ રહ્યું છે એમ નિકાલરૂપે નિહાળી પોતે પોતામાં જ રહે. સંસારમાં પોતાના દોષો જોવાં અને અન્ય કોઈપણ જીવનું કિંચિત માત્ર પણ દિલ ન દુભાય એમ વર્તવું તેને જ્ઞાનીઓએ ધર્મ કહ્યો છે.
આ જ ઉપરોકત વાત યોગીરાજજીએ કાયા (પ્રકૃતિ) અને ચેતન (પુરુષ) ના સંવાદ દ્વારા આ પદમાં ગૂંથી છે. કાયા જે પ્રકૃતિ છે અને પુદ્ગલની બનેલી છે તે કાયાનું જેવું સડન • પડન - વિધ્વસનનું એટલે કે પુરણગલનનું સ્વરૂપ છે, તેને ચેતન આત્માએ બરોબર ઓળખી લીધું છે એટલે હવે ચેતન સમભાવમાં રહી કાયાને પોતાની સાધનાનું યોગસાધન બનાવી એની પાસે પોતાનું કામ કઢાવી લે છે.
વારે નાહ સંગ મેરો, ચૂંહી જોબન જાય, એ દિન હસનખેલનકે સજની, રોતે રેન વિહાય. વારે...૧.
વ્યકત વ્યકતત્વથી મહાન બને તો મોક્ષે જાય.