________________
આનંદઘન પદ 39
મેળવી આપનાર પહેલાં પ્રકારના વજ્રઋષભનારાચ સંઘયણબળ વાળા મન અને કાયા મળે અને મારું કાજ સરે !
ના સોવત હે લેત ઉસાસ ન, મનહી મેં પિછતાય; યોગિની હુંયકે નિકરૂં ધરતેં, આનન્દઘન સમજાય. વારે...૩.
૨૫૦
કાયા કહે છે; “હે સખી મમતા ! નથી હું સૂઈ (સોવત) - ઊંઘી શકતી કે નથી તો હું ઉચ્છ્વાસ (ઉસાસ) લઈ શકતી. બસ સુખચેન નીંદર વિનાની બેચેન બની નિસાસા (નિશ્વાસ) નાખ્યા કરું છું અને મનમાં પસ્તાતી (પિછતાય) મારી જાતને કોસ્યા કરું છું !”
“સખી હવે તો થાય છે કે જેમ યોગીરાજ આનંદઘનજી મારા પ્રત્યે બેપરવા થઈ યોગી બનીને વિચરી રહ્યાં છે એમ હું પણ હવે ભોગમાયા મટી, જોગમાયા થઈ, જોગણ (યોગિની) બની એમના ઘરનો (ધરતે) ત્યાગ કરી, નીકળી પડું (નિકસૂં) તો જ એ યોગી આનંદઘનને ખબર પડશે (સમજાશે) કે મારા (કાયા માનવકાયા) વિના કેમ કરી સાધના કરાશે ? અને સાધ્યથી અભેદ થવાશે ? હું (કાયા સહિતની યોગત્રયી) સાધન છું તો એ મારો ઉપયોગ કરી એની યોગસાધના કરી શકે છે અને સાધ્યથી સામીપ્ટ કરી, સાયુજ્યને સંભવિત કરી શકે છે. આ કેવો જુલમ ? આ કેવો ન્યાય ? આનંદઘને ફકીરી લીધી અને ફિકરના ફાકા કર્યાં ત્યાં સુધી તો બરોબર છે પણ ખાવાના સાંસા પડે - ફાંફા પડે તે કેમ ચાલે ? મારાથી તો કામ લેવાનું છે. ભલે ! મને ભોગમાયારૂપે જોઈ ભોગવે નહિ પણ મને યોગમાયા (યોગસાધન) તરીકે જાળવે - સાચવે નહિ ! અરે ! હું તો ઈચ્છું છું કે આનંદઘન ઈચ્છિત શુદ્ધિને શીઘ્ર હાંસલ કરે. એ શુદ્ધ થશે તો હું પણ શુદ્ધ થઈશ, પરમાણુ રૂપ થઈશ અને સ્કંધ્ય મટી વંદ્ય - પૂજ્ય બનીશ. આનંદઘનજી એ તો વિચારે કે બધાં પુદ્ગલ ખરાબ નથી, બધાં સુખ સારા નથી અને બધા દુ:ખ ખરાબ નથી, બધી ઈચ્છા ખરાબ નથી, બધી અનિત્યાવસ્થા ખરાબ નથી. સારું અને ખરાબ તો પ્રયોજકના પ્રયોજન અને પરિણામ ઉપર આધારિત છે.
પદના આ ત્રીજા ચરણનું આધ્યાત્મિક અર્થઘટન એ છે કે જ્યાં સુધી
જેમાં શ્રદ્ધા હશે અને જેવી શ્રદ્ધા હશે તેમાં તેવું પરિણમન થશે.