________________
૨૪૦
આનંદઘન પદ
–
કવિશ્રીનું કહેવાનું તાત્પર્ય એ છે કે અપ્રમત્તતા (જાગૃતતા)માંથી પ્રમત્તતા (આજાગૃતિ)માં સરી પડેલાં સાધક આત્મા પ્રમાદવશ ઘણાં ઘણાં કર્મદલિકોથી આત્માને મલિન કરી ભારેકર્મી બની ઉપર ઉઠેલા શ્રેણિની સમીપ થયેલા એવા પણ દુર્ગતિના કળણમાં ખૂંપી જાય છે, કે જેમ પ્રસન્નચંદ્ર રાજર્ષિ ખૂંપી ગયા હતાં..
-
ચિત્ત ચાતક પીઉ પીઉ કરે રે, પ્રણમેં દોકર પીસ; અબલા શું જોરાવરી પ્યારે, એતી ન કીજે રીસ. મિ...૪.
33
અષાઢ શ્રાવણની સોનાવર્ષા પછી ભાદરવાના અવર્ષાકાળના ખુલ્લા આકાશમાં ખેડૂતો ખેતીના કાર્યો નિર્વિઘ્ને કરી શકતા હોય છે પણ જો ભારદવો વધુ પડતો વર્ષે તો એ ભાદો કાદો એટલે કે બધું કાદવકીચડવાળું કરી પાકને નુકસાન પ્હોંચાડે છે અને મહેનત નિષ્ફળ જતાં રાતે પાણીએ રોવાનો (અશ્રુધારા વહાવવાનો) વારો આવે છે. એજ પ્રમાણે સાધક આત્માની ધ્યાનધારા પૂરબહારમાં ખીલતાં અનુભવરૂપી વેલડીઓ પલ્લવિત થઈ પમરાટ પસરાવવા લાગી હોય ત્યારે જ જો આર્તધ્યાનની અશ્રુધારા વહેવા લાગે તો સાધના ભાંગી પડે છે *અને અંદરની અંતરસ્થિતિ ભયાનક બને છે. ત્યારે જાણે હું ચેતના મારા ચેતન વિહોણી - આનંદ વિહોણી બનેલી મારા સત્ અને મારા આનંદને ગુમાવી બેઠેલી મારા સચ્ચિદાનંદ સ્વરૂપ વિહોણી વિરહિણી ચેતનાદશાને રડતી હોઉં છું અને ત્યારે મોહરાજા અને મોહની આખીય સેના મારા આ આત્મા ઉપર છવાય ગયેલાં રાત્રિરૂપ અંધકારને જોઈને દાંત કાઢતાં (હસતાં) હોય છે.
પર પદાર્થ સાથે અભિન્ન પરિણમન એજ સંસાર.
ચેતનાનું ચિત્તરૂપી ચાતક, એના મેઘરૂપી શુદ્ધચેતન-શુદ્ધાત્માને બે હાથ (દોકર) જોડીને (પીસ-પીસીને), માથું નમાવી ભાવપૂર્વકની વંદના (પ્રણામ) કરવા પૂર્વક, પીઉ-પીઉ એટલે કે પ્રિયે પ્રિયે ! અથવા પ્રભુ પ્રભુ ! ના પોકાર કરીને વિનવે છે કે “આપ તો નિર્બલ કે બલ રામ એવાં સર્વ શક્તિમાન - સમર્થ થઈને, આ મારા જેવી આપની જ અબળા ઉપર આવી જોરાવરી - જોરજબરી કરો અને આવી (એતી) રીતે મારાથી રીસાઈ જાવ તે મારા વહાલા (પ્યારે) તમને શોભતું નથી. હે પ્રિયે ! હે સ્વામીનાથ ! મારું મન નિરંતર તમને