________________
આનંદઘન પદ - ૩૪
૨૪૭
ભડક-ફડક પણ છે કે અનંતાનંત કાળથી પ્રમાદ અને વિષયકષાયનો આદી-હેવાયો થઈ ગયેલો મારો ચેતનસ્વામી આત્મા, પૂર્વકાળના એકેન્દ્રિયાદિ દુર્ગતિના કુસંસ્કારો જાગૃત થતાં મને સમતા-ચેતનાને છાંડીને કયાંક મમતાના પાશમાં ફસાઈને દુર્ગતિમાં તો નહિ પટકાય જાય ને ? માટે પળેપળની સાવધાની રાખી આત્મામાં જ વર્તવા - ઠરવા જેવું છે અને અન્ય સર્વથી નિવૃત્ત થવા જેવું છે.
હવે ટુંકમાં આ પદનું નિષેધાત્મક અર્થઘટન પણ જોઈ લઈએ.
હે સખી ! પ્રવીણ નાટકીયાનો વેશ તો જુઓ! તે જુદા જુદા વેષ-પાઠ ભજવે છે અને પેતાના સ્વયંના સ્વાભાવિક એકાકારમાં સ્થિર રહેતાં નથી તેથી તો તેની કાયા તેજહીન ફિક્કી દેખાય છે.
હવે ઘણું ઘણું કહીને એ ચેતનને શું ઠપકો કે ઉપાલંભ આપવો ? એના રંગઢંગ જ એવાં છે કે એ કોઈનું કહ્યું માને એમ નથી અને માયા મમતા તથા સુમતિ સમતા વચ્ચેના રૂપા (રજત) અને રાંગ (કથીર) વચ્ચેના ભેદને પારખી, મમતા છાંડી સમતાના સંગને સેવે.
ચેતનના આવા રંગઢંગથી તો હું એવી તંગ થઈ ગઈ છું કે હું ચેતના મારા તનમનની શુદ્ધિ ખોઈ બેઠેલી, જાણે ભાંગપીવાનો નશો ચડચો હોઈ, એવી લથડિયા ખાતી અસ્થિર થઈ ગઈ છું. આટઆટલું કરવા છતાં એ મારો આનંદઘના ચેતન્યપ્રભુ માયામમતાના પરઘરેથી સમતા - ચેતનાના સ્વઘરે પાછો ન આવતો હોય તો એની ફરિયાદ કયાં જઈને કેમ કરવી ? કયાં જાઉં ? કોની આગળ કેવો પોકાર કરું ?
યોગીરાજજીના આ પદનો બોધ એ છે કે હે જીવ! આત્માનુભૂતિના દિવ્યા આત્મતેજની ઝાંખી થઈ છે તો પળેપળની સાવધાની રાખી સ્વના સમત્વમાં - સ્વત્વ - સત્વમાં જ સ્થિર રહી, હવે સ્વરૂપ સંધાણ થયું છે તો સમતાના તંતુને પકડી સ્વરૂપ પ્રાગટ્યની જ એક માત્ર અલખની ધૂન મચાવતો સાધનના શિખરે હોંચી જા અને તારા કેવલ્યસ્વરૂપમાં સ્થિર થઈ જા !
5
પુદ્ગલ અનુયાયી વીર્ય પરિણમન એ અશુદ્ધ પરિણમન છે.