________________
આનંદઘન પદ - ૩૫
૨૫૧
૨૫૧
છે અને કોયલના ટહુકારથી વાતાવરણ પ્રકુલ્લિત થઈ જાય છે.
પ્રભુના ગુણગાન ગાવાવાળા ગવૈયાઓના, ભજનિકોના કંઠ પણ જેમાં રાત્રિ વીતતી જાય તેમ તેમ ખીલતા જાય છે. સંગીતના અને એમાંય વિશેષ કરીને શાસ્ત્રીય સંગીતના જલસા રાત્રિના સમયે જ યોજાતા હોય છે અને મોડી રાત સુધી ચાલતા હોય છે. એજ રીતે કોકિલકંઠી નૃત્યાંગનાઓના નાચગાનનો સમય પણ રાત્રિનો હોય છે. એ સમયે જો પુરષ આવી બધી માયા મમતાના પાશમાં લપેટાય છે તો તેનું કાયબલ - બાહુબલ હણાય જાય છે. તેથી ચેતનની સુમતિ સમતા ચેતના ચેતનને ચેતવે છે કે આપ હવે મોહ-માયા-મમતાના આવા ફંદામાં ફસાઈ નહિ જાઓ તે માટે એ બાજુ - એ તરફ જજો (જશો) જ નહિ.
યોગીરાજજીએ જીવને સંસાર રંગભૂમિ ઉપર ખેલો ખેલનાર - નાટક ભજવનાર નટનાગરની ઉપમા આપી છે અને સમતા તથા મમતાને નાટકના અન્ય પાત્રો તરીકે રજુ કર્યા છે. સંસારના રંગમંચ ઉપર મમતાના કુસંગમાં અનંત કાળથી ખેલો હારતો આવ્યો છે. હવે સમતાના સુસંગમાં - સત્સંગમાં એ ખેલો જીતી જવાની સલાહ સુમતિ ચેતના અને અનુભવમિત્ર આપી રહ્યાં છે.
આનંદઘનજી મહારાજા પોતે મમતાથી વેગળા રહી નિર્મમ, નિર્મોહી, નિરારંભી, નિષ્પાપ, નિર્દોષ જીવન જીવી રહ્યાં છે. ચારિત્ર લીધાં પછી ગચ્છ, સમુદાય કે વ્યવહારની કોઈ પણ ખટપટમાં ન પડતાં, અવધુત યોગી બની અલખ નિરંજનની ધૂનમાં આત્માની સમતાને સાધી રહ્યાં છે અને સર્વથા નિષ્કષાય નિર્વિકલ્પ થવાને માટે પ્રયત્ન કરી રહ્યાં છે. આ સારો ય નાટક કે ખેલો એ, બીજું કાંઈ નથી પણ પ્રકૃતિએ સર્જેલ પ્રમત્ત અપ્રમત્તદશાની - જાગરૂકતા (સાવધતા) ગાફેલતાની રમત-ખેલ છે. આનંદઘનજી મહારાજાએ આ. રમતને બરોબર સારી પેઠે પિછાની લીધી છે.
હે વહાલા (પ્યારે) ! અણગાર (નાગર) આનંદઘન હવે તો પૂર્વે કદી આંતરશોધનો સાધનામાર્ગ હાથ લાગ્યો નથી એવો દુર્લભ ભેદજ્ઞાનનો અગમ આગમમાર્ગ હાથે ચડ્યો છે તો આ નવલ - નવિન દિશામાં મરણિયો થઈ
ગુણોના વિપરીત પરિણમનથી કોઈપણ કલા અજ્ઞાનકલા બને છે.