________________
આનંદઘન પદ - ૩૫
૨૪૯
તો જા કહી જાકારો દે છે - હડ હડ કરી હડધૂત કરે છે.
છતાંય એ નફફટ ભૂખાળવી (ભૂખણ) મમતા પોતાની ભૂખ ભાંગવા ચેતનને પોતા તરફ આકર્ષિત કરી ચલિત કરવા માટે સોળે શણગાર સજી કંઈ જાત જાતના ચેનચાળા કરે છે. પોતાનો સ્વાર્થ - મતલબ સાધવા મમતા, મુખે રામ બગલમાં છુરી' જેવાં કપટભાવથી ગાલે કૃત્રિમ લાલી લગાવી, મુખેથી મીઠાં મીઠાં બોલ બોલતી, બધીય સ્ત્રીકલા અજમાવી, ચેતનને ચલિત કરવાના સર્વ શકય પ્રયત્નોથી સ્ત્રીચરિત્ર દેખાડે છે. પરંતુ ચેતનને સમતાનો સંગ હોવાથી અને અનુભવનો - દિવ્ય આત્માનુભૂતિનો રંગ ચડ્યો હોવાથી મમતાને જરાય કોઠું આપતો નથી - મચક આપતો નથી. મમતાના લાખો પ્રયત્નો છતાં સમતાસંગે સ્વમાં સ્થિર થયેલો એ અચલ ચેતન સચલ થઈ ચંચળ થતો નથી તેથી મમતાની કામનાઓ - ભૂખ (સુધા) તૃપ્ત થતી નથી ત્યારે એ નાકામિયાબ, બેવફા, ફૂલટા નિ:સંકોચ પોતાની સુધા તૃપ્તિ માટે બીજાં યોગ્ય ઘરની શોધમાં, ચેતનને પડતો મૂકી ચાલતી પકડે છે. એ મમતા ગઈ તો સેજ-શૈય્યા સૂની પડી અર્થાત્ સંસારના રંગરાગ - ભોગવિલાસ નિ:શેષ થયાં એટલે કે પ્રમત્તતા (પ્રમાદ) ગઈ અને અપ્રમત્તદશા આવી. મોહનો મળ તો ગયો હતો પણ ચિત્તને ચંચળ કરતો વિક્ષેપ હતો એ પણ હવે ગયો. રહ્યું હવે આવરણ. ભેદન છેદન.
વિરહ વ્યથા કછું ઐસી વ્યાપતિ, માનું કોઈ મારતી બે જા;
અંતક અંત કહાલું લે પ્યારે, ચાહે જીવ તું લેજા. કરે૨.
ચેતનની ચેતના સમતા કહે છે કે આ મમતા સેજ સૂની છોડીને ભાગી ગઈ તેથી મારી જાન છૂટી. બાકી તો ચેતનના વિરહ (વિયોગ)ની વ્યથા (દુ:ખ) એવી તો (વ્યાપત) છવાઈ ગઈ હતી કે જાણે કોઈ મને મીઠાના પાણી પાયેલ ચાબુક ફટકારતું હોય ! અથવા તો કોઈ ઝેર પાયેલા બાણ (બેજા) મારતું હોય એવી કારમી વેદના અંગે અંગમાં છવાઈ ગઈ હતી.
પોતાના જ જન્મદાતા પિતા શ્રેણિક - મગધસમ્રાટ શ્રેણિકને જેલમાં પૂરી બંદી બનાવી પુત્ર કોણિક રોજેરોજ સો સો ફટકા ફટકારતો હતો. કરુણતાની
સ્વરૂપાનુયાયી-સ્વભાવાનુયાયી વીર્ય પરિણમન એ શુદ્ધ પરિણમન છે.