________________
આનંદઘન પદ ૩૪
-
૨૪૫
અળગા થઈ સાતરાજ છેટાં બેઠાં છો ! આવા ઓલંભડાનો જવાબ વાળતી હોય એમ સમતા એની સરખે સરખી સાહેલડીઓને કહે છે કે લોકોને મારો (સમતાનો) ખપ નથી. મોહ-માયા-મમતા-કુમતિના કુસંગને અને કુછંદને છોડવા નથી અને પ્રભુને ઓલંભડા આપવા છે કે પ્રભુ તમે દર્શન દેતાં નથી. આ કાંઈ પ્રભુને પામવાના ઉપાય નહિ કહેવાય. દેવ થઈને દેવની પૂજા કરીએ તો દેવ થવાય ? સાધ્યનું જેવું સ્વરૂપ છે તેવું સ્વરૂપ સમજી લઈને સાધનામાં ઉતારીએ તો સાધ્યથી અભેદ થવાય. શું કહીએ ? લોકરીત - લોકના જીવવાના ઢંગ જ આવા છે. પ્રભુસમ થવું છે પરંતુ પ્રભુ સમ કરનારી સમતાનો સંગ સેવવો નથી, તો પછી કોટિ ઉપાયે પણ પ્રભુસમ થઈ શકવાના નથી.
ભગવાનનું - પરમાત્મા સ્વરૂપનું સુખ જોઈએ છે પણ સંસારનું સુખ છોડવું નથી તેને ભગવાનનું સુખ મળે નહિ. માયા જેને ગમે તેને આધ્યાત્મ મળે નહિ. પીચરનું સુખ છોડે તેને સાસરાનું સુખ મળે એવો તો વ્યવહારીઓનો સંસારમાં વ્યવહાર છે અને પરણનારી કન્યા પૂછતી પણ નથી કે મને પહેલા સાસરાનું સુખ બતાડો ચખાડો પછી જ હું પીચરનું સુખ છોડું.
જેઓએ પોતાનું જીવન આધિ, વ્યાધિ અને ઉપાધિમાં ઘેરાયેલું વસ્તુ, વ્યક્તિ, સંયોગ, પ્રસંગ અને પરિસ્થિતિની પળોજણોથી વીંટળાયેલું જ રાખવું છે અને બહારમાં દૃશ્યરૂપ ક્રિયારૂપ પ્રભુ ભજનાથી પ્રભુને પામવા છે તો તે કેમ કરીને પ્રભુને પામી શકે ? મમતાને છોડે, સમતામા રહે તો નિર્મમ બનેલો નિર્મળ-વીતરાગ બને. મારી સમતાની અને મમતાની વચ્ચે (વિચ) આજ (એતો) તો અંતર (ફરક - તફાવત) છે. જેવું રૂપા એટલે રજત ચાંદી અને રાંગ એટલે કથીરમાં અંતર છે એવું સમતારૂપી કંચન અને મમતારૂપી કથીરમાં અંતર છે. મમતા આધિ-વ્યાધિ-ઉપાધિના આંટા વીંટાળી ગુંચવે છે. જ્યારે હું સમતા આધિ-વ્યાધિ-ઉપાધિના આંટા ઉકેલી - ગુંચો ઉકેલી સમભાવમાં રાખું છું. જેટલો ભેદ જડ-ચેતન, બંધન-મુક્તિનો છે તેટલો ભેદ મારી સમતા અને મમતાની વચ્ચે છે. પરંતુ લોકોના રંગઢંગ જ એવાં છે કે આ ફરકને કળી શકતા નથી કારણ કે ભ્રમણામાં જીવતાં હોવાથી કથીરને કંચન માની બેઠાં છે અને મમતાને છાતીએ.લગાડી એની મોહજાળ - માયાજાળમાં ફસાયેલાં રહે છે.
અન્યના હિતાહિત લાભાલાભની વિચારણા એ જ સાર્યાત્વકતા છે.
-