________________
૨૪૨
આનંદઘન પદ
મહેકી રહ્યું હોય એવી દિવ્યાનુભૂતિ થાય છે. ઉદાસીનતા છવાયેલી હતી ત્યાં હવે પ્રસન્નતા વ્યાપી જતાં ઉત્સવ - ઓચ્છવના વાતાવરણનું નિર્માણ થાય છે - જાણે ચેતનના મિલાપથી ચેતના ચૈતન્યમય ચિદ્ઘન બની ગઈ હોય.
કર્મના ઉદયકાળમાં કેટલો અને કેવો ધર્મ-મોક્ષ પુરુષાર્થ થાય છે તે ઉપર ભાવિકાળ નિર્ભર છે.
-
પદનો બોધ એ છે કે જે મેળવવું છે એ મેળાવવા માટે તલસાટ - તરફડાટ હોય તો મન મૂકીને તનતોડ પ્રયત્ન થાય અને ઈચ્છિતની પ્રાપ્તિ થાય. દૃઢ પ્રણિધાન હોવું જરૂરી છે. દૃઢ સંકલ્પ એ સિદ્ધિનું પાવર હાઉસ છે. દૃઢ સંકલ્પ વિના કોઈ પણ કાર્યની સિદ્ધિ થતી નથી. દૃઢ સંકલ્પ દૃઢ પુરુષાર્થને જન્મ આપે છે, જેનાથી કાર્યસિદ્ધિ સત્વરે થાય છે.
卐
જગત એ તો જન્મતાજ ગત થનારું સાદિ સાન્ત છે તેથી જગત તરફ નજર કરવા જેવી નથી, જગતની વાત કરવા જેવી નથી, જગતની નોંધ લેવા જેવી નથી અને જગત માટે કોઈ અભિપ્રાય આપવા જેવો નથી.
જ્ઞાયકની સાથે ઉપયોગનું જોડાણ એ સ્વસમય છે. પરની સાથેનું ઉપયોગનું જોડાણ એ પરસમય છે.
33
ભૂખ તૃષાદિ એ શરીરની ધાતુની વિષમતા છે.