________________
૨૩૬
આનંદઘન પદ - ૩૩
જાય તેમ સાધકને આત્માનુભવ થવાથી અને આત્માનુભૂતિ વધવાથી ભાવમના નિર્મળ બને છે, પરમાત્મમિલનની - પરમાભ્ય પ્રાગટ્યની રૂચિ વર્ધમાન થાય છે - જોર પકડતી જાય છે અને તેથી આત્માનુભૂતિ સિવાયની - પરમાભ્યા પ્રાગટ્ય સિવાયની સર્વ વાતો ગૌણ તો શું પણ વ્યર્થ બની જાય છે. એ
સ્વાનુભૂતિ સંપન્ન ચેતનાનો તો એક જ પોકાર હોય છે કે કેવળ શુદ્ધાત્માનુભવ સિવાય આ જગતની કોઈપણ વિનાશી ચીજ મને ખપતી નથી.'
અનુભવમિત્ર તો આત્મા સાથેનો તૂટી ગયેલો સાંધો એટલે કે આત્મપ્રેમના તૂટી ગયેલાં તંતુને - તારને જોડી આપે છે. મિલાપી સાથે મિલાપ કરાવી આપવાનું કામ જે જ્ઞાન કે વિવેક નથી કરી શકતું તે કામ જ્ઞાનદશા - અનુભવી મિત્ર કરે છે.
આવા અનુભવ મિત્રને પોતાના ચેતનસ્વામી સાથે મેળાપ કરાવી આપવાની વિનતિ, ચેતનની સમતા-ચેતના પોતાની એ ચેતનાના વિયોગમાં વિરહિણીના થયેલાં બેહાલ વર્ણવતા આ શૃંગારમિશ્રિત શાંતરસ પદમાં યોગીરાજજી કરી રહ્યાં છે, જેમ પૂર્વના પદ ૮, ૯, ૧૦, ૧૩, ૧૪, ૧૬, ૧૮, ૩૧ માં તલસાટ - તડપન - ઝુરાપો વ્યકત કર્યો હતો.
મિલાપી આન મિલાવો રે, મેરે અનુભવ મિઠડે મિત્ત. મિ.
મારા મીઠડા - વહાલા અનુભવ મિત્ર, આપ તો મારા સ્વામી ચેતનના પણ મિત્ર છો. અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંત સુખ-આનંદ અનંતવીર્યથી યુકત એવાં મારા સ્વામી ચેતનનો વિયોગ થયો છે અને હું એની ચેતના-સમતા એના વિરહમાં ઝૂરી રહી છું. એ મારા મિલાપી ચેતનનો મિલાપ થાય તે માટે હું તડપી રહી છે. એનો ને મારો મિલાપ કરાવી શકો - મિલાવો - મેળાવો. કરી શકો એવાં આપ મારા અને મારા સ્વામી ચેતનના વહાલા મિત્ર છો તેથી વિનતિ કરું છું કે એને આણો (આન) અને મિલન કરાવો.”
યોગીરાજજીનું કહેવાનું તાત્પર્ય એ છે કે આત્માને આત્માની, એના સત્તાગત - ભીતરસ્થિત પરમાત્મસ્વરૂપની સમજણ આવી, સમતા પણ પ્રાપ્ત થઈ, પણ પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ થઈ નથી કે જે અનુભવજ્ઞાનથી
સુકૃત અનુમોદનાની પૂર્વમાં દુષ્કૃતગહની અત્યંત આવશ્યકતા છે.