________________
આનંદઘન પદ - ૩૨
ઉપર માયા છે તેને પણ મેલીને - મૂકીને બીજા ખોળિયામાં જવાનું થશે ત્યારે એ ખોળિયાની - એ કાયાની માયા ઊભી કરશે. આમ આ કાયા તો એંઠ છે. કોઈના ભોગવીને છડેલા છોડેલા પુદ્ગલો મેળવવાના છે અને વળગાડવાના છે, જે સઘળો એંઠવાડ છે. એંઠવાડની તે માયા હોતી હશે ?
આવી એંઠવાડ જેવી કાયા ઉપર જ્યાં સુધી માયા રાખીશું અને એને નીરણ - ચારો નાખ્યા કરશું અર્થાત તેને સાચવ્યા - પંપાળ્યા કરશે ત્યાં સુધી જ એ કાયા? આપણી બનીને રહેશે. એ નશ્વર કાયાને સાચવવાનું બંધ કરીશું કે તરત જ એ એની જાત પર જશે અને એનું સડન પડન વિધ્વંસન દેખાડવા માંડશે. યોગીરાજજી ભેંસનું દૃષ્ટાંત આપી જણાવે છે કે આ કાયા ભેંસ જેવી છે. ભેંસને ચારો નાંખે ત્યાં સુધી ચાલે. ચારો મળવો બંધ થાય કે આંખ લાલા કરે, ભાંભરવા માંડે અને ચાલવામાં અખાડા કરે.
ચેતના ચેતનસ્વામીને વિનવે છે કે હે સ્વામી ! પ્રિયે ! તમે તો આનંદઘના - ચિહ્વન છો અને તેથી આપ જ્ઞાનીને - વિચારવંતને ગુણી-નિર્ગુણી (અવગુણી) ના ભેદ તો સહજ જ સમજાય જાય એમ છે. આપ વિચારવંત વિચારો કે કાયામાં એક પણ ગુણ નથી અને દોષોનો તો કોઈ પાર જ નથી. આપ ચેતના • શુદ્ધાત્મા તો અનંત ગુણધામ છો. મને પણ આપના જેવી બનાવી આપમાં સમાવી લ્યો ! અભેદ કરી દ્યો !
- આ પદનો બોધ એ છે કે ચેતના જો એના ચેતનની સાથે અભેદ થવા ચાહતી હોય તો જેવો એનો ચેતન શુદ્ધ છે - જેવું દ્રવ્ય શુદ્ધ છે; જેવાં ચેતનના (દ્રવ્યના) સહભાવી ગુણો શુદ્ધ છે તેવી એની ચેતનાએ શુદ્ધ થવું જોઈશે. તો જ ચેતન - ચેતના - ચેતનતા એટલે કે દ્રવ્ય - ગુણ - ગુણકાર્યરૂપ પર્યાય એ ત્રણનો ત્રિવેણીસંગમ (અભેદતા) રચાશે.
દૂધમાં જ્યારે સાકર ભળે છે ત્યારે તે દૂધની મિઠાશને અનેકગણી વધારી દે છે. સ્વયં મીઠું એવું દૂધ પણ જેમ સાકરના સંગે મધુર બની જાય છે તેમ ચેતન” એટલે કે પરમ શુદ્ધ ત્રિકાળી પરમ પરિણામિક ભાવસ્વરૂપ આત્મદ્રવ્ય અનંતગુણોથી યુક્ત હોવાના કારણે સુખસ્વરૂપ જ છે. એની સાથે જયારે ચેતના અભેદ મિલન થાય છે ત્યારે દ્રવ્યનું સર્વ સામર્થ્ય પર્યાયમાં પ્રગટી જાય છે. યોગીરાજ આવા અભેદ મિલનને ઝંખે છે.
જ્ઞાન એ અંદરમાં વાવવાની ચીજ છે.