________________
૨૩૨
આનંદઘન પદ
-
-
૩૨
તારા ચરણોની દાસી બની ગઈ છું. મારા મનમાં તો શું, મારા સ્વપ્નમાં પણ તારા સિવાય કોઈનો વિચાર નથી. મારા વિચારમાં (મનમાં) પણ તું છે, મારી વાણીમાં પણ તું છે અને મારા બધાં આચાર, વ્યવહાર કાર્યો પણ તને રીઝવવા માટેના, તારામય થવા માટેના જ છે કે જેથી ‘તું’ અને ‘હું” અભેદ થઈએ. તું રાણાની રાણી બની તારા આત્મરાજમાં હું મહાલું, એ માટે તો પંચમહાવ્રતધારી, ષટ્કાયરક્ષક, પંચાચાર પાલક, રત્નત્રયીની આરાધક, તત્ત્વત્રયીની ઉપાસક બની, ગુપ્તિથી ગુપ્ત અને સમિતિથી સંયમિત થઈ તારી એકેએક આજ્ઞાનું હું અક્ષરસ: પાલન કરી રહી છું. છતાં હે પ્રિયે ! તને શું ઓછું આવ્યું તે સમજાતું રાજની નથી કે મને તારા હૃદયની રાણી બનાવવાને બદલે આવું રાઉરી ગોલણ - ચાકરડી હોઉં એવી રીતનું વર્તન મારી પ્રત્યે કરી રહ્યો છે. તું શેને કારણે મારી પ્રત્યે આટલો નિષ્ઠુર - દયાહીન થઈ કઠોર થઈ રહ્યો છે તે મને કહીશ ખરો ?”
“આ ક્રમ-કાયાની માયા તો તને જ છે અને એ કાયા પ્રત્યેની વાસના જગાડનારા તારા જ મન અને વાણીના કર્મ છે કે જેના થકી હે પ્રિયે તું તારી પ્રિયાની એક રાવરી - હલકી દાસી - ચાકરડી જેટલી કિંમત આંકે છે. આ મારા પ્રતિનું તારું વર્તન જ તારી ભાવદશાને ઉઘાડી પાડે છે. હવે આનાથી વિશેષ તો તને શું કહું ?”
ફૂલે ફૂલે ભમર કૈસે ભાઉરી ભરત હું, નિવહે પ્રીત કર્યું ઐસેં; મેં તો પિયુ તે ઐસી મિલી આલી, કુસુમ વાસ રંગ જૈસે. નિષ્ઠુર...૨.
.
‘“એક એક પૂષ્પ (ફૂલ) ઉપર જેમ ભંવર - ભમરો - ભ્રમર ભમરી મારતો મંડરાયા (ભરત) કરે તેમ હું પણ મારા શુદ્ધાત્માનું જ ગુંજન કરતી - તેનુંજ રટણ લગાવતી તેની ફરતે ભમરી લઈ રહી છું - પ્રદક્ષિણા દઈ રહી છું. શું તમારી મારી પ્રીતિ આ રીતે જ નિવહે - નિર્વહશે - નભશે ? શું મારે આમ તમારી ફરતે ફેરા મારી તમારી ફોરમ લઈ એક ફૂલ ઉપરથી ઊડી ભમરો બીજા ફૂલ પર ઊડી જાય એમ ભમરી જ ભર્યા કરવાની છે ? શું પૂષ્પ અને ભ્રમર જેવો આપણો ક્ષણનો જ સંગ છે ?’’
જૈનદર્શનનો પાયો તનિર્ણયપૂર્વકની સાધના છે.