________________
આનંઘન પદ ૩૧
આખાને પણ તું જાણનારો અને જણાવનારો ખ્યાલ-ખ્યાતિ આપનારો સ્વ-પર પ્રકાશક, સર્વોચ્ચ પ્રકાશ છે. પ્રકાશ અને અંધકારનો, ચેતન અને જડનો, જ્ઞાન અને અજ્ઞાનનો મેળ કેમ કરી પડે. આપણે વાદળાની આ તરફ પૃથ્વીની બાજુએ છીએ તેથી સૂર્ય વાદળાથી આચ્છાદિત થયેલો દેખાય છે પણ સૂર્યની તરફ હોઈએ તો ? સૂર્ય (આત્મા) આચ્છાદિત થયો જ નથી. આપણી દૃષ્ટિ અને સૂર્યની આડે વાદળા આવી ગયાં છે. આપણી દૃષ્ટિ અસ્વચ્છ થઈ ગઈ
છે.
આ તરફની નરમ મતિ એવી સુમતિ સમતા, ભલે મમતા કુમતિ આગળ નરમ નબળી પડતી દેખાતી હોય પણ એને નરમ કે નબળી સમજવા જેવી નથી કારણ કે એની શક્તિ અનંત છે અને તે પરમપદને અપાવનારી છે. માટે મતિશ્રુતજ્ઞાનનો સાથ લઈને આત્મવીર્ય ફોરવી, આ તરફના સુમતિ સમતા એટલે અપ્રમત્તતા - જાગૃતદશાના રંગને અને સંગને મેલીને (મૂકીને - છોડીને - હડસેલીને) ઉત એટલે ઉ(એ) તરફની ભ્રામક ભ્રમણાઓમાં ફસાઈને ભવભ્રમણ કરાવનાર, આત્માને કર્મના લેપથી કાળો ઝેરી બનાવનાર મમતારૂપી વિષ વેલડીને અંગે લગાડવા જેવી નથી.
.
૨૨૯
ઉત કામ કપટ મદ મોહ માન, ઈત કેવલ અનુભવ અમૃતપાન; અલિ કહે સમતા ઉત દુ:ખ અનંત, ઈત ખેલે આનંદઘન વસંત. કિત...૩.
ચેતના પ્રાણનાથ ચેતનને ચેતવી રહી છે જાગૃત કરી રહી છે કે ઉ તરફ એ બાજુ તો કામ, કપટ, મદ, મોહ, માન, લોભ આદિ કષાયો, નોકષાયો, વિષયના કલહકંકાશરૂપી વિષપાનનો કોઈ આરોવારો જ નથી. અભાવ, અસુખ, અશાંતિ, અસ્વસ્થતા, પરિવર્તનતા અને પરિભ્રમણતા જન્મ-જરા-મરણનું વિષપાન છે. ઝેરના ઘૂંટડા ભરવાના છે. જ્યારે આ બાજુ સમતામાં સંતોષ, શાંતિ, સ્વસ્થતા, નિર્વિકલ્પતા, આત્માનુભૂતિ, સ્વાનુભૂતિનું સુખ છે અને સમતાની પરાકાષ્ટામાં વીતરાગતામાં ઈચ્છાતૃપ્તિ એટલે પૂર્ણકામનું અને વિચારતૃપ્તિ એટલે નૈશ્ચયિક પારમાર્થિક નિર્વિકલ્પતાનું - કેવળજ્ઞાનનું
-
તત્ત્વમાર્ગને આત્મસાક્ષીપણા અને પ્રામાણિકતા સાથે ગાઢો સંબંધ છે.