________________
૨૨૬
આનંદઘન પદ
-
30
સમતા એવી તો ભયંકર (બહુત) ડરી ગઈ કે ગભરાઈને દોડતી દોડતી, ડરતી ડરતી આનંદનાપિંડ, પુરુષોમાં ઉત્તમ પુરુષોત્તમ, શાસનનાયક શાસનપતિ એવાં યોગેશ્વર જિનેશ્વરના ચરણના શરણમાં ચાલી ગઈ. એ જિનેશ્વર ભગવંતે એનું હિત કરવા માટે થઈને એને ગળે (કંઠે) લગાડી અર્થાત્ એને શરણે લીધી. એ જિનેશ્વરની ભક્તિના અને જિનેશ્વરની જિનવાણી - જિનાગમના બળે બળવત્તર થયેલી સમતાએ પ્રમત્તતાને ફગાવી દઈ અપ્રમત્ત બની, સતત નિરંતર જાગૃત સાવધ રહી ક્ષપકશ્રેણિએ ચઢી મોહને એની મમતા સહિતના સર્વ સાથીઓ સમેત નિર્મૂળ કરી દઈ નિર્મોહી - વીતરાગ થઈ નિર્વિકલ્પતા, સર્વદર્શીતા, સર્વજ્ઞતા, પૂર્ણતાને પામી જઈ મોહજીત થઈને અન્યોને પણ મોહજીત બનાવનાર જિણાણું જાવયાણ અને તિન્દ્રાણં તારયાણં બની ગયો.
પદનો બોધ એ છે મમતાથી હણાયેલાં અને વિરૂપ બનેલાં, સમતાને કેળવી અર્થાત્ મમતા તજી, સમતા સજી (સમતા સંગી થઈ) સમરૂપ એવાં સ્વ રૂપને પ્રગટ કરો. મમતા મોહાદિ અરિ (શત્રુ જે વિરુદ્ધ ધર્મી હોય વિરોધી છે) - ને હણીને અરિહંત બનો !
માનવી પોતાના પૂર્વના અનુભવોની ઉપેક્ષા ન કરે તો આ બની શકે તેમ છે. આપણે અનુભવને નકારતા જઈએ છીએ કે અત્યાર સુધી જે બન્યું તેના કરતાં જુદુ જ હું ભવિષ્યમાં કરી બતાવીશ. આ ખ્યાલ માનવીને પોતાની ખોટી દોડ અને મિથ્યા તથ્યથી અટકાવી શકતો નથી. Doing - કરવાપણુ જ્યારે પૂર્ણતાએ ખરી પડે છે ત્યારે માત્ર Being હોવાપણું રહે છે, જે વાસ્તવિક શુદ્ધાત્મા છે. વ્યક્તિત્વ જ્યારે નીખરી જાય છે ત્યારે અસ્તિત્વ માત્ર રહે છે, જેમાં સદ્ધિદાનંદ સ્વરૂપની અનુભૂતિ હોય છે. અર્થાત્ આત્માનો વસ્તુત્વ રૂપે સ્વીકાર હોય છે.
પ્રાપ્ત સંયોગ, પ્રસંગ, પરિસ્થિતિ, વસ્તુ અને વ્યક્તિમાં અહેંણા અને મમત્વ વિના એવો મભાવે નિકાલ કરવો એ ધર્મ છે.
જ્ઞાનીની વાતો સાંભળીએ છીએ ખરા, પણ સાંભળીને સમજમાં લાવી સ્વીકારતા નથી.