________________
આનંદઘન પદ - ૩૦
૨૨૫
ત્યાં સમતા છે. સમાધાન એ અનુભવચંદ સુભાઈ એટલે કે જ્ઞાનપ્રકાશ છે. સમાધાનથી સમતા ટકે છે અને વધે છે. કુરગુડુ મનિની ગોચરીમાં મહાત્મા થેંકયા તો એ સમતાના સ્વામીએ આત્માને સમાધાન આપ્યું કે આ તો મહાત્માએ ભાત-કુરુમાં આત્માના અમૃતરૂપી ઘી પીરસ્યું જેથી ભાત સ્વાદિષ્ટ બન્યા. સંત તુકારામની પત્ની તુકારામના બરડા ઉપર છેલ્લા બચેલા શેરડીના સાંઠાનો ઘા કરી બે ટૂકડા કર્યા તો સંત તુકારામે સમાધાન મેળવ્યું કે શેરડીના સાઠાના બે ટૂકડા મારે કરવા પડ્યા હોત તે તેં કરી આપ્યા. લે ! આ એક ટૂકડો તારો અને એક ટૂકડો મારો.
આમ સમતા જ સાચી સંપદા (લક્ષ્મી) છે જેનાથી જીવન સારી રીતે જીવાય છે. આલોક સુધરે છે, પરલોક સુધરે છે અને પરંપરાએ પરમલોક પ્રાપ્ત થાય છે. આત્મઘન - કેવલ્યલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે કે જે લક્ષ્મી આવ્યા પછી કદીચ પાછી જતી નથી અને અક્રિય બનાવીને સાચા અર્થમાં માલિક - શેઠ - સ્વામી - સર્વોપરી બનાવે છે. આમ આનન્દઘનજી મહારાજશ્રીની વાત સો ટકા સાચી છે કે મમતા અલક્ષ્મી છે જયારે સમતા સાચી લક્ષ્મી છે. મમતા ભવદાયિની છે જ્યારે સમતા ભવનાશિની છે.
લોચન ચરન સહસ ચતુરાનન, ઈનસેં બહુત કરાઈ;
આનન્દઘન પુરુષોત્તમ નાયક, હિતકરી કંઠ લગાઈ. * સમતાએ મમતાને પછાડી - દબાવી તો ખરી પણ એને મારી નાંખી જડમૂળથી ઉખેડી નાંખી નહિ તેથી મમતા એની માતા માયાને અને પિતા મોહને પોતાની પડખે લઈ આવી ડરામણું રૂપ કરી સમતાને ડરાવવા લાગી અને ભગાડવા લાગી. | મોહ, જેને ચાર કષાયરૂપ ચાર માથા (મુખ) છે, જે એકેક કષાયના પાછા હજારો ભેદ પ્રભેદરૂપ લોચનો (આંખો - સંજવલન, પ્રત્યાખાની, અપ્રત્યાખાની, અનંતાનુબંધી રૂપી આંખો) છે અને એને આવવાના - આત્મામાં પગ પ્રવેશવાના અવ્રતાદિ, દુર્ગાન, નોકષાયો આદિ હજારો રસ્તારૂપ ચરણો છે; એવાં મોહના ભયાનક રૌદ્ર બિહામણા આસુરી (રાક્ષસી) રૂપને જોઈને
કલેશ, સંઘર્ષ, વાદ, વિવાદ, વિખવાદ, વિતંડા, તર્ક, યુક્તિ એ બધાં બુદ્ધિના ચાળા છે.