________________
આનંદઘન પદ
-
30
થાક્યો નહિ અને જવાબના જવાબમાં લખ્યું : કદાચ દૈવ રુઠે ‘વચિત્ પિતે વૈવ' રાજાએ એનો પણ જવાબ આપ્યો ‘સંવિતમપિ નશ્યતિ' અરે ! દૈવ રુઠશે તો ભેગું કરેલું પણ નાશ પામી જશે. કથાનું તાત્પર્ય એ છે કે પુણ્યથી મળેલી લક્ષ્મી પુણ્યને પાછી વાળવી અર્થાત્ પુણ્યકાર્યમાં પ્રયોજવી એ પુણ્યનું વિતરણ છે, જે નિ:સ્પૃહી પવિત્ર બનાવી પરમાત્મા બનાવશે. કહે છે કે લક્ષ્મી ભાગ્યાનુસારી છે. ભાગ્ય પુણ્યાનુસારી છે અને પુણ્ય શુભકાર્યનુસારી છે. પુણ્યને પુણ્યથી જ ગાળી પવિત્ર બનાવી - શુદ્ધ બનાવી શુદ્ધાત્મા - પરમાત્મા બનવાનું હોય છે.
-
સમતા રત્નાગરકી જાઈ, અનુભવ ચંદ સુભાઈ; કાલકૂટ તજી ભાવમેં શ્રેણી, આપ અમૃત લે આઈ. સાધો...૩.
૨૨૩
ભાવનાજ્ઞાનરૂપ શ્રુતસાગર જ્ઞાનસાગર' (રત્નાકર)માંથી જન્મેલી ઉદ્ભવેલી હોવાથી સમતા જ્ઞાનસાગરની પુત્રી છે - જાઈ છે. જ્યારે અનુભવ ચંદ્ર જે જ્ઞાનપ્રકાશ છે એ પણ જ્ઞાનસાગરમાંથી ઉદ્ભવેલ જન્મેલ હોવાથી એ સમતાનો સુજાણભાઈ છે. ચેતન આત્મા સ્વયં ગુણરત્નોનો સાગર - રત્નાકર છે, જે સમતા અને અનુભવચંદ્રને જન્મ આપે છે. કાલકૂટ કે પછી તાલપૂટ વિષ જેવી મારકણી, જન્મમરણના વિષચક્રમાં ફસાવનારી મમતાને ત્યજાવીને એટલે કે મમતાના વિષચક્રમાંથી છોડાવીને સમતા આત્મભાવના અમૃતચક્રમાં પ્રવેશ કરાવડાવે છે. સમતા શાશ્ર્વતતા અમરતાને આપનારી હોવાથી એ આપમાં - પોતામાં અમૃતને લઈને આવી હોઈ જીવને શિવ બનાવી સ્વપદ સિદ્ધપદે સ્થાપી અજન્મા, અજર, અક્ષર, અમર બનાવનાર છે.
-
મમતા ‘હું” ને ભૂલાવી અવળે માર્ગે ભૂલાવામાં નાખનારી મારકણી છે. જ્યારે સમતા ‘હું” નું ભાન કરાવી, સ્વરૂપનું દર્શન કરાવી, સ્વરૂપદૃષ્ટા સમ્યગ્દષ્ટિ બનાવી, સ્વરૂપ માર્ગે વાળી, સ્વરૂપકર્તા બનાવી સાચા ‘હું” પદે સ્વપદ એવાં સ્વરૂપપદે - સિદ્ધપદે સ્થાપિત કરનારી ભવતારિણી છે.
સમતા સમભાવથી સદ્ભાવમાં લઈ જઈ, સત્ય સમ્યભાવ કરાવી ભાવશ્રેણિએ ચઢાવી, ઉત્તરોત્તર આત્મભાવની વૃદ્ધિ કરાવતી, ક્ષપકશ્રેણિ દ્વારા વીતરાગતા, સર્વદર્શીતા, .સર્વજ્ઞતા, સર્વાનંદીતા, સિદ્ધત્વનું પ્રાગટ્ય કરે છે.
બહુ ઘૂંટાયેલું હોય તે અવ્યક્તપણે કાર્યશીલ રહે છે.