________________
૨૨૨
આનંદઘન પદ - ૩૦
બગાડે છે અને પરલોકથી વંચિત રાખે છે.
એ અપલક્ષણી લક્ષ્મી હોય છે જે આવતાં એ લક્ષ્મીપતિ અપલક્ષણો - વ્યસની બને છે. વર્તમાનમાં મોટાભાગની લક્ષ્મી આવી જ હોય છે, જે આવે ત્યારે પીઠ ઉપર લાત મારી આછકલો - અભિમાની બનાવે છે અને જતાં. છાતીમાં લાત મારતી જતી લક્ષ્મી પાછો વાંકો વાળી દઈ ભીખ માંગતા લાચાર બનાવતી જાય છે, તેથી જ તેને દોલત કહી છે. કહે છે કે આ લક્ષ્મીનું વાહન ઉલ્લુ (ઘુવડ) છે તેથી તે કાળી લક્ષ્મી રાતમાં કાળા - એય્યાશીના - ખોટા જ કામ કરાવે છે. એવી લક્ષ્મી ધરાવનારાનો દિવસ, સૂર્યાસ્ત થયાં પછી રાતે જ ઘુવડની જેમ શરૂ થાય છે. સાચી લક્ષ્મી તો શ્રીદેવી કહેવાય છે કે જેને આસન - વાહન કમલ છે અને ગજરાજો જેની ઉપર કળશ ઢોળી રહેલાં હોય છે. આ શ્રીદેવી એ જ્ઞાનલક્ષ્મી - કેવલ્યલક્ષ્મી હોય છે. લક્ષ્મી ચંચળ છે એટલે આવી છે તે જવાની પણ નક્કી છે. લક્ષ્મીને જવાના રસ્તા ત્રણ છે. ભોગ, દાન અને નાશ. લક્ષ્મી જો બાપકમાઈની હોય તો બહેન ગણાય અને . આપકમાઈની હોય તો પુત્રી કહેવાય. એને ભોગવાય નહિ. એને તો આદરપૂર્વક કન્યાદાન કરી દાનમાં આપી વળાવાય. લક્ષ્મીને દાટવી એટલે એને દફનાવવી અને એનો નાશ કરવો. જે કોઈ લક્ષ્મીને ભોગવે છે તે લક્ષ્મીપતિ છે. ભોગવાયેલી લક્ષ્મી પાછી ફરતી નથી. આદરપૂર્વક વળાવેલી - દાનમાં દેવાયેલી લક્ષ્મી પાછી ફરે છે. એ પિતૃકુળ અને શ્વસુરકુળ એમ ઉભય કુળને ઉજવાળનારી કુલિના કન્યા જેવી સ્વ અને પર ઉભયને કામમાં આવનારી મહાલક્ષ્મી હોય છે. આ સંદર્ભમાં જ ગૃહિણીને ગૃહલક્ષ્મી કહી છે કે જે ઉભય કુળને ઉજવાળે છે. એવી ધનલક્ષ્મી મહાલક્ષ્મી બની કેવલ્યલક્ષ્મી - મોક્ષલક્ષ્મીને આપનાર બને છે જે શાશ્વત કાલ સાથે રહે છે.
ધારાનગરીના ભોજરાજા દાનેશ્વરી હતાં. રોજેરોજ અપાર દ્રવ્ય દાનમાં વાપરતા. મંત્રીને થયું કે આમ ને આમ તો રાજભંડાર ખાલી થઈ જશે. એટલે મંત્રીએ રાજાને શીખ મળે એ હેતુથી પ્રભાતે જાગતાં જ રાજાની નજરે ચડે એમ લખાવ્યું કે આપતકાળ માટે ધનનું રક્ષણ કરવું. ‘બાપનાર્થે ઘન રક્ષેત’ રાજાએ જવાબ લખ્યો 'ભાથમાનાં ચાલ’ ભાગ્યશાળીને આપદ કેવી ? મંત્રી
મોક્ષે જવું હોય તો સંસારમાં લઘુત્તમ ભાવે જીવતાં શીખવું જોઈએ.