________________
આનંદઘન પદ - ૩૦
૨૨૧
ધન ધરતીમેં ગાડે બૌરે, ઘેર આપ મુખ લ્યા; મૂષક સાપ હોવેગા આખર, તાતેં અલચ્છી કહાવે. સા...૨.
આ કડીમાં કવિરાજ ભમતા કેવી ભૂંડી અને મારક છે અને જીવના કેવાં. ભૂંડા હાલ કરે છે તેનું ચિત્રણ કરે છે.
મમતાનો માર્યો માયા (સંપત્તિ) ને મેળવે તો છે પણ એ માયાની માયામમતામાં મુંઝાયેલો, બોરો-બાવરો-મુરખ તો એટલે સુધી થાય છે કે એ સંપત્તિને પોતે ભોગવતો નથી, બીજાને ભોગવવા દેતો નથી, પરોપકારમાં કે સત્કાર્યમાં પ્રયોજતો નથી અને એને ધરતીમાં ખાડો ખોદીને દાટે (ગાડે) છે કે પછી સ્વીઝબેંકના ગુપ્ત લોકોમાં - ચોરખાનામાં છૂપાવે છે. ધન ગાડવા (દાટવા)ને માટે ધરતીને ગાળવાની ક્રિયામાં પોતે જ પોતાના મુખ ઉપર ધૂળ ઉડાડવા - લગાડવા (લ્યાવે) નું મુર્ખાઈ ભર્યું હાસ્યાસ્પદ કાર્ય કરે છે. જાણે પોતે જ પોતાનું અપમાન આવાં અપકૃત્યથી કરે છે. પોતાની હયાતિમાં પોતાને જરૂરના સમયે ધન મળી રહે અને પોતાની હયાતિ બાદ પોતાના વારસો. ભાગ્યહીન નમાલા પાકશે એવી ગર્ભિત શંકા રાખી એમને એ લક્ષ્મી મળે એવાં હેતુથી એને દાટે છે - છૂપાવે છે. આખરે - અંતે એ લક્ષ્મીપતિ મરણને શરણ થવા ટાણે એ ગુપ્તધનની એંધાણી (નિશાની) પરિવારજનોને બતાવી શકવામાં અસમર્થ રહે છે, તો એ ઘનનું મમત્વ એને મૂષક એટલે ઉંદરડો બનાવે છે, કે જે ઉંદરડો એ છૂપાવેલા ધનની આગળ પાછળ કૂદાકૂદ કરતો, એ ધનને માત્ર ગણવાનું જ કામ કરે છે, જે એ લક્ષ્મી મેળવવા ટાણે એના પૂર્વભવના મનુષ્યપણામાં કરતો હતો. જો ઉંદરડો નહિ થાય તો સાપ-નાગ બની ફેણ ચઢાવી એ ઘનના ચરુ ઉપર ચપ્પટ બેસી જઈ, પોતે પણ ભોગવતો નથી અને બીજાને પણ ભોગવવા દેતો નથી અને આસપાસ ફરકવા દેતો નથી, જે કામ એણે એના મનુષ્યના ભવમા કર્યું હતું. આ મમત્વ અંગે સોનામહોર ગણતા. ઉંદરડા અને ચંડકૌશિક નાગનું કથાનક આપણા સહુની આંખ ઉઘાડનાર છે. તાતે એટલે કે તે કારણે - આ માટે જ તે (એવી) લક્ષ્મીને અલચ્છી - અલક્ષ્મી કહી છે. આમ મમતાએ સંપત્તિ - લક્ષ્મી નથી પણ અલક્ષ્મી છે, એમ યોગીરાજજી દષ્ટાંત આપીને જણાવે છે. આ લાગી તો આલોક અને પરલોક ઉભય લોકને
સંયોગો એ પરસત્તા છે અને દષ્ટિ એ સ્વસત્તા છે.