________________
૨૨૪
આનંદઘન પદ - ૩૦
સ્વભાવમાં લઈ જાય છે.
માટે જ કવિરાજજી ફરી ફરી પંક્તિને રમાડે છે કે સાધો ભાઈ સમતા રંગ રમીજે ! સમતા સર્વને સ્વીકાર્ય, સર્વને સમજાય એવી અને સ્વ સમેત સર્વનો સર્વોદય સાધનારી છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ પૂર્વે અને સમ્યક્ત્વની પ્રાપ્તિ પશ્ચાત્ વીતરાગતા ન આવે ત્યાં સુધી સમતાની જ સાધના સાધુ-સાધકે કરવાની હોય છે અને તેથી સમતાના ખોળે જ રમવાનું હોય છે. સમતા સાધકને પોતાને પણ જણાય એવી છે અને સાધકના સંપર્કમાં આવનારાને પણ એ વર્તાય એવી છે. સમતા કષાય વિદારીણી - કષાયનાશિની છે. તેથી સમતા સમ્યકત્વને પણ ખેંચી લાવનારી અને નિષ્કષાય - નિર્મોહીતા - વીતરાગતાની જનની પણ સમતા છે. સમતાનો મહિમા મહામહોપાધ્યાયજીએ એમના સમતાષ્ટકમાં બહુ ગાયો છે. સમતા તો સાધક સાધુનું આભૂષણ - શણગાર છે. સાધક જ્ઞાનવાન ન હોય તો ચાલે પણ સમતાવાન તો હોવો જ જોઈએ, સમ્યક્ત્વ પ્રાપ્તિ પછી શેષ અપ્રત્યાખાની, પ્રત્યાખાની અને સંજવલન પ્રકારના કષાયના નાશ માટે સમતા જ સહાયક છે. સમકિતના પાંચ લક્ષણો, શમ, સંવેગ, નિર્વેદ, આસ્તિકય અને અનુકંપામાં શમ એટલે સમતાને પરાકાષ્ટા - ટોચનું સ્થાન આપ્યું. શમ - સમતા નથી તો સંવેગ નિર્વેદ, અસ્તિક્ય અને અનુકંપાની કોઈ વિશેષ કિંમત નથી. બલ્ક સંવેગ, નિર્વેદાદિ ચારનું ફળ શમ - સમતા છે. ચિલાતિપુત્ર, ભરત, કુરગુડમુનિ સમતા ગુણથી કૈવલ્યલક્ષ્મી - આત્મઘનને પ્રાપ્ત કરી શકયા.
જગત આખુંય વિષમસ્વરૂપ છે. કારણ કે જગતના પ્રત્યેક જીવોના કારણ એટલે કામણ શરીર જુદા જુદા છે અને પ્રત્યેક જીવના ભાવ જુદા જુદા છે. તેમજ વ્યકિતગત એક જીવના ભાવ પણ પળેપળે પલટાનારા જુદા જુદા છે. વળી સામે પુદ્ગલનું પરિણમન પણ પ્રત્યેક સ્કંધ અને પ્રત્યેક પરમાણુંનું જુદું જુદું છે. સર્વ પુદ્ગલ સમકાલે સમપરિણામી નથી. એથી જ જગતમાં વિવિધતા, વિચિત્રતા, તરતમતા જોવા મળે છે. જગતની આવી વિષમતા અને વિચિત્રતામાં વિગ્રહ ન થાય અને જીવન સમાધાન પૂર્વક જીવાય એ માટે પણ સમતાની ખૂબ ખૂબ આવશ્યકતા છે. સમતા છે ત્યાં સમાધાન છે અને સમાધાન છે
દુ:ખ ભોગવવાથી મુક્તિ નહ થાય પણ સાચી સમજથી મુક્ત થાય.