________________
૨૧૨
આનંદઘન પદ
છે મુકિત તો ચિત્ત શમી જતાં જ, એ હાર્દ જે કો સમજે સુશાસ્ત્રનું; શમાવશે એ મનને સુસત્વરે, શાસ્ત્રો પછી શેં ઉથલાવશે એ ?
૨૯
જો હું મન નથી તો પછી હું શબ્દરૂપ કેવી રીતે હોઉં ? શબ્દ તો બે પુદ્ગલ પરમાણુઓના ઘર્ષણથી ઉત્પન્ન થનાર અવાજ છે. આમ શબ્દ પુદ્ગલ છે પણ પુદ્ગલનો ગુણ નથી. શબ્દોચ્ચારમાં પણ ભાષાવર્ગણાના પુદ્ગલ પરમાણુના ગ્રહણ અને ત્યાગની ક્રિયા છે.
-
આમ આત્મા એના પરમવિશુદ્ધ સ્વરૂપમાં, નથી તો મનસ્વરૂપ કે નથી તો શબ્દસ્વરૂપ. એ અમન અશબ્દ છે. એથી જ તો સાચું ઊંચું મૌન એને કહ્યું કે જ્યાં શબ્દોનું પણ મૌન છે અને મનનું પણ મૌન છે. મુનિને મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિની સાધના કહી.
(તૃણ) ઘાસ જેની ઉપર ઊગે છે તે ધરણી - ધરતી - પૃથ્વીતત્ત્વ પણ નથી. હું ઉત્પાદક પણ નથી અને વિનાશક પણ નથી.
એટલું જ નહિ પણ, હું કોઈ ભેખ એટલે ભીખારી કે ભિક્ષુક પણ નથી અને ભેખ (વેશ) ધારી સાધુ, સન્યાસી, જોગી, બાવો, દરવેશી કે ફકીર નથી.
-
અરે ! કશાનોય કર્તા નથી, સિવાય કે મારા સ્વરૂપનો સ્વભાવનો. પરમાં મારું કોઈ કર્તાપણું છે જ નહિ. જો કર્તાપણું હોત તો મને અણગમતું હું થવા દેત નહિ. જ્યાં કર્તાપણું નથી ત્યાં ક્રિયા નથી અને ક્રિયા નથી ત્યાં કરણી નથી અને ભોગવવાપણું નથી. હું કરતો નથી - હું કર્તા નથી અને છતાંય હું કરું છું અને હું કર્તા છું એમ માને છે અને મનાવે છે તે જ અહંકાર છે અને એ જ બંધનનું કારણ છે.
આમ આત્મા અમન, અશબ્દ, અણાહારી, અશરીરી, અકર્તા, અક્રિય છે.
નહીં હમ દરસન નહીં હમ પરસન, રસ ન ગંઘ કછુ નાહી; આનન્દઘન ચેતનમય મૂરતિ, સેવક જન બલિ જાહીં. અવધૂ...૪. ચર્મચક્ષુ (આંખ)નું કાર્ય દર્પણ (અરીસા) જેવું છે. એમાં પદાર્થનું
અનંતાનંત ગુણોનું એક સંમિલિત પરિણમન એ વીતરાગતા છે.