________________
આનંદઘન પદ - ૨૯
૨૧૩
પ્રતિબિંબ પડે છે. આમ આંખની કીકીનો પ્રતિબિંબ ઝીલવારૂપ ગુણધર્મ છે. દર્પણ જેવું કાર્ય કરતી આંખોએ દર્પણ જેવાં બનવું જરૂરી છે. બિંબનું પ્રતિબિંબ દર્પણમાં પડે છે પરંતુ દર્પણ કાંઈ બિંબ ઉપર પડતું નથી કે પોતામાં પડેલાં પ્રતિબિંબના કારણે બિંબરૂપ થતું નથી. દીવો પોતાના પ્રકાશથી વસ્તુને દેખાડે ખરો, પણ વસ્તુ સ્વરૂપ નહિ થાય. એમ દૃષ્ટિમાં દશ્ય દેખાય ભલે પણ દૃષ્ટિના દષ્ટાએ તો દૃષ્ટિ દુષ્ટામાં જ (પોતામાં જ) રાખવી જોઈએ અને દશ્ય રૂપ ન થવું જોઈએ. દેખાય ભલે ! પણ જો દેખે (દશ્યમાં ભળે) તો દાઝે. આમ હું આત્મા દષ્ટા જરૂર છું પણ દર્શન નથી. એક જ્ઞાનીએ કહ્યું છે.
જો નજર આતે કે નહિ અપને,
જો હૈ અપના નજર નહીં આતા !” હવે જો દરસન (દર્શન)નો અર્થ વિસ્વની આત્મવિષયક વિધ વિધ આધ્યાત્મિક વિચારસરણી Phylosophy એવો કરીએ તો સંગ્રહાદિ સાત નયોમાંના એકેક નય આશ્રિત જે એકાંતિક દર્શનો છે તે હું નથી. એક એક નયથી ઉત્પન્ન થયેલ એક એક દર્શન એ તો સાગરમાં ઉદ્ભવેલા તરંગરૂપ છે. તરંગનો સાગરમાં સમાવેશ થાય છે પણ કાંઈ સાગરનો તરંગમાં સમાવેશ થતો નથી. નય એ તો પૂર્ણ પ્રમાણનો એક અંશ - બિંદુ છે. બિંદુ કાંઈ સિંધુ કહેવાય નહિ. અંશ કાંઈ પૂર્ણની બરોબરી કરી શકે નહિ. A part cannot be equalized to whole. આમ હું આત્મા અંશ નથી પણ પરિપૂર્ણ - સર્વાંગસંપૂર્ણ છું.
જેમ આંખથી થતાં દશ્યના રૂપ એટલે કે વર્ણ અને આકાર સ્વરૂપ હું નથી તેમ પરસન એટલે કે સ્પર્શન (સ્પર્શ) રૂપ પણ હું નથી. પદાર્થને (Touch) સ્પર્શ કરો તો ઠંડો કે ગરમ છે તેની જાણ થાય. પદાર્થને (Rub) ઘસો તો ખબર પડે કે ખરબચડો છે કે સુંવાળો. પદાર્થને (Press) દાબો તો. જાણ થાય કે એ નરમ-પોચો-મુલાયમ છે કે કઠણ અને પદાર્થને (Lift) ઉંચકવાથી માલુમ પડે કે તે ભારે વજનદાર (ગુરુ) છે કે હલકો (લઘુ) છે.
રૂપીને છોડો અને અરૂપીને પકડો તો મોક્ષ પામો.