________________
૨૧૮
આનંદઘન પદ - ૩૦
શુદ્ધ આત્મદ્રવ્ય તે હું છું અને શુદ્ધજ્ઞાન તે મારો ગુણ છે. હું કોઈનો નથી અને મારું કોઈ બીજું નથી એ વિચારણા મોહનો નાશ કરનાર પ્રચંડ શસ્ત્ર
છે.
દાદુ ભગત પણ કહે છે..
તેરા તેરા - ન કુછ હમારા !
મેરા મેરા કહત ગંવારા સમતા એ સ્થિરતા છે. સમતાથી સરળતા એટલે ભેદભાવ રહિતતા છે. તેથી વ્યાપકતા છે અને પ્રેમસ્વરૂપ છે. સ્વમાં ઠરવાપણાથી - સ્વમાં સમાઈ જવામાં સમતા છે.
જ્યારે મમતામાં વિષમતા છે અને તેથી ઢળવાપણું હોવાથી અસ્થિરતા છે. મમતામાં મોહ માયા છે તેથી સંકુચિતતા અને ભેદભાવ છે. મમતામાં સમાવાપણું નથી પણ છલકાવાપણું છે તેથી આછકલાઈ છે. આવી આ મમતાનો, સંગ તો નથી જ કરવાનો પણ એ મમતાને સમતાથી મારી હઠાવવાની છે..
સંપત્તિ નાહીં નાહીં મમતામેં, મમતામાં મિસ ભેટે; ખાટ પાટ તજી લાખ ખટાઉ, અંત ખાખમેં લેટે. સા...૧૦ મમતાનો સંગ ન કરવાના કારણો બતાવતા કવિરાજ મમતા કેવી નકારી મારક છે તે જણાવે છે.
મમતાએ તો અમારો મેળ કરાવ્યો છે અને એ મમતાને કારણે તો અમારો કુટુંબ કબિલો ભેળો કિલ્લોલ કરી રહ્યો છે, તો એ મમતા અમારી સંપત્તિ નહિ ગણાય ?
ના ભાઈ ના ! મમતા એ કાંઈ સંપત્તિ નથી. એ તો આપત્તિ છે. મમતાને ભેટવું એ તો મિસ એટલે કે મેશ - કાજળને ભેટવા બરોબર છે. એ તો કાજળની કોટડીમાં હાથ નાખી હાથને કાળા કરવા જેવું છે. અથવા તો કોલસાની દલાલીમાં હાથ કાળા કરવા જેવું છે. આ ધંધો દલાલીનો છે અને તે પણ કોલસાની દલાલીનો. ધંધો દલાલીનો એટલે ખાટ કહેતાં ઘર અને પાટ કહેતાં પેઢી કે
જેની વચ્ચે રહ્યાં છીએ તેને ઊંચત ન્યાય આપીને જ મોક્ષે જવાશે.