________________
૨૧૦
આનંદઘન પદ
નથી. શીતતા-ઉષ્ણતા તો પુદ્ગલ ગુણધર્મ છે. અથવા તો તાતો એટલે કે જગતપિતા - God પરમપિતા કે ઈશ્વર નથી અને સીરે એટલે કે સીરી - શ્રી
-
--
ભાગ્યદેવી યા ભાગ્યવિધાતા નથી. હું દીર્ઘ એટલે મોટો કે લાંબો પણ નથી અને છોટો એટલે ટૂંકો કે નાનો પણ નથી. ન તો હું વામન છું કે ન તો હું વિરાટ - મહાકાય છું. આ બધાં તો નામકર્મના ઉદયે મળેલાં નામ, રૂપ, રંગ અને ઘાટ છે. આ તો તાંબુ ભેળવી બનાવેલા સોનાના દાગીના - ઘરેણાં છે. શુદ્ધ સોનું જોઈતું હશે તો ઘરેણાંના ઘાટ, ઘડામણ અને ઘટ ભૂલી જવા પડશે જતાં કરવા પડશે.
આપ સ્વભાવમાં રે, અવધૂ સદા મગનમેં રહેના; જગત જીવ હૈ કરમાધીના, અચરિજ કછુઅ ન લીના.
૨૯
જ્યાં ઘાટઘટ (નામ-રૂપ) અને ઘરેણું (દેહ) જ હું નથી ત્યાં પછી એ દેહના સંબંધે બંધાયેલા ભાઈના, બહેનના, બાપના, બેટાના, મા દીકરીના કે પતિ-પત્નીના સંબંધો કેમ કરીને મારા હોય શકે ? એ તો મોહનીય કર્મનો ઉદય છે. લેણદેણના ઋણાનુબંધના સંબંધ છે. લેણદેણ પૂરી થતાં સહુ સહુને રસ્તે પડી જનાર છે. ઘડીક ભેળો મળેલો પંખીનો મેળો છે. કોઈ વહેલો કોઈ મોડો ઊડી જનાર છે. કવિએ ગાયું છે.....
તું નહિ કેરા કોઈ નહિ તેરા, કયા કરે મેરા મેરા, તેરા હૈ સો તેરી પાસે, અવર સબ અનેરા.
વધુ વિનાશી તું અવિનાશી, અબ હૈ ઈનકા વિલાસી; વપુસંગ જબ દૂર નિકાશી, તબ તુમ શિવકા વાસી.
આપ.
આપ.
આપ.
હે અવધૂ ! તું તો સર્વ સાંસારિક સંબંધોના બંધનથી મુકત આપ સ્વભાવમાં સ્થિત વીતરાગ છે. તું રાગી નથી, તું વીતરાગી છે. વીતરાગી સર્વના હોય ! રાગી કોઈનો નહિ, સિવાય એના રાગનો ! રાગીના સંબંધો રાગ પોષાય ત્યાં સુધી જ હોય જ્યારે વીતરાગ સંબંધ શાશ્વત હોય અને વીતરાગ હોય એટલે સર્વના હોય. વીતરાગીની વીતરાગતા પ્રેમપૂર્વકની હોય અને પ્રેમ વીતરાગતા પૂર્વક હોય.
જ્ઞાન અને આનંદ અવિનાભાવ હોવાથી જ્ઞાનને પ્રધાનતા અપાય છે.