________________
આનંદઘન પદ - ૨૭
૧૯૧
ક્રિયા બાહ્ય દશ્ય સ્વરૂપ છે અને એમાં સીમીતતા (મર્યાદા) અને વિવિધતા છે તેમજ તે બાહ્ય સાધનો અને આલંબન માંગી લેતી હોવાથી પરાવલંબી છે. જ્યારે ભાવમાં વ્યાપકતા અને સ્વાવલંબતા છે, પરંતુ તે અત્યંતર હોવાથી દશ્ય સ્વરૂપ નથી. પરંપરાગત પરાવલંબી ક્રિયા પણ જરૂરી છે પણ તેની કિંમત તો જ છે જો એ સક્રિયતામાંથી અક્રિયતા ભણી, સીમીતતામાંથી વ્યાપકતાભણી, ભેદ (વિવિધતા)માંથી અભેદ ભણી, પરાવલંબીતામાંથી સ્વવલંબીતા ભણી દોરી જતી હોય અને પરંપરામાંથી પરમપદે વ્હોંચાડતી હોય..
અન્યથા ભાવ અને લક્ષવિહોણી પરંપરાગત કરાતી ક્રિયા મતમતાંતરમાં પરિણમતી હોય છે. અમારા મત પ્રમાણે કરાતી ક્રિયા જ ફળદાયી અને સાચી, એવો આ મતનો મહાગ્રહ ઊભો થાય છે. પછી આવા મમતે ચઢેલાં મતાગ્રહીઓ. પોતપોતાના મતવાળાના મઠો સ્થાપે છે અને પોતપોતાના મતમાં અને મઠમાં રાચતા નાચતા કદાગ્રહી બની રાતાચોળ થઈ ફરે છે. આમ ભાવ ભૂલેલા ભાના ભૂલેલા થાય છે, જેના પરિણામે ભેદમાંથી અભેદમાં જવાને બદલે, અનેકમાંથી એક થવાને બદલે ભેદમાં જ અનેક ભેદો પ્રભેદો મતમતાંતરો ઊભા કરી એકમેક સાથે બાખડે છે - વાદ વિવાદ - વિખવાદ ઊભા કરે છે. ખંડિત તો હતાં જ ! ખંડમાંથી અખંડમાં જવાને બદલે એકબીજાને ખાંડવામાં રાઈના દાણાં જેવાં ટૂકડે ટૂકડામાં વહેંચાઈ જાય છે.
ધર્મ માટે એક જ્ઞાનીએ કહ્યું છે..
|| "न वयम् अभेदम् साधयाम: किंतु भेदम् प्रतिषेधाम: " ||
જે માધ્યમ - સાધનથી રાગ-દ્વેષ ઓછા કરતાં જઈ વીતરાગ બનવાનું હતું - વ્યાપક થવાનું હતું તે સાધનોના ઝઘડામાં સાધ્યના સ્વરૂપને ભુલાવી દઈને રાગદ્વેષ જ વધારવાનું અકાર્ય સહુ કોઈ મતવાળા પોત પોતાના મત પંથી અને મઠને નામે કરી રહ્યાં છે. સાધનને જ સાધ્ય માની બેઠાં તો વળી કેટલાંક સાધ્યને જ સાધન બનાવવાની ઉતાવળ કરી.
મતવાળા અને મકવાળા થયા એટલે પોતાનો ચોકો બીજાના ચોકાથી. આગવો - જુદો દેખાડવા - તે તે મને તેનાપણું દેખાડવા તાતા બની તોરમાંને
છોડવાનું મિથ્યાત્વ, મેળવવાનું સમ્યક્ત્વ અને પામવાનો મોક્ષ.