________________
આનંઘન પદ ૨૮
·
૧૯૯
સાથેનું જોડાણ અવિનાશી બનાવ્યા વિના રહે નહિ. અમરની આશા એટલે સ્વની આશા. કેમકે અમર એ આત્માનો સ્વભાવ - સ્વરૂપ છે. સ્વમાં સ્વાધીનતા છે જ્યારે પરમાં પરાધીનતા છે. માટે જ કહ્યું....
પારકી આશા સદા નિરાશા, એ હે જગજન ફાંસા; વો કાટનકું કરો અભ્યાસા, લહો સદા સુખવાસા આપ સ્વભાવમાં રે, અવધુ સદા મગનમેં રહેના.
પરનો, પારકા પરાયાનો વિશ્વાસ કેમ રખાય ? પર જે પોતે જ વિનાશી છે, પળ પળમાં પલટાનારું બહુરૂપી માયાવી છે તે વિનાશીનો વિશ્વાસ કેમ
કરાય ?
વિનાશીની આશા વિનાશી સાથે જોડી, વિનાશી બનાવી અતૃપ્ત રાખે છે. જ્યારે અવિનાશીની અમરત્વની આશા અવિનાશી સાથે જોડાણ કરાવી અવિનાશી બનાવી સંતૃપ્ત (પૂર્ણકામ - નીરિહી) કરે છે. : હે ચેતન ! પરની આશા રાખ્યા વિના જ્ઞાન એટલે આત્મા અને સુધા એટલે અમૃતરસનું સ્વરસ - આત્માનંદ જ્ઞાનાનંદ રસનું તું પાન કર ! સ્વકાલમાં (વર્તમાનમાં) રહી સ્વદ્રવ્યને સ્વક્ષેત્રમાં સ્થિત કરી સ્વ ભાવને પ્રગટ કરી લે તો ક્ષેત્ર (દેશ), દ્રવ્યમાં અને કાળ, ભાવમાં લય પામી, તું તારા દ્રવ્યભાવાત્મક સ્વરૂપને પામીશ. દેશ (ક્ષેત્ર) અને કાળના બંધનથી છૂટીશ. સ્વરૂપ પુર્ણતા થતાં ક્ષેત્રનો દ્રવ્યમાં અને કાળનો ભાવમાં લય થાય છે. ક્ષેત્ર અને કાળના ભેદો આત્માની અજ્ઞાનતાથી આત્મામા ઘુસ્યા છે, જેનો સાધના દ્વારા લય કરી સ્વરૂપસિદ્ધિ પામવાની છે. આજ તો જ્ઞાનસુધારસ (જ્ઞાનાનંદ) નું પાન છે જે અવસ્થાની અવિનાશીતા અને આત્મપ્રદેશના સ્થિરત્વરૂપ અમરત્વ છે.
બાકી પરાયાની આશામાં તો દોડી દોડીને થાકવાનું - હારવાનું અને નિરાશ થવાનું જ હોય છે. હાથમાં ‘છે’ તેને માણવા દેતી નથી અને જે ‘નથી’ તેની પાછળ આશા રેસના ઘોડાની જેમ દોડાવી દોડાવીને થકવી નાંખે છે. કદાચ એ આશા ફળીભૂત થાય તો તેને ભોગવવાના હોશકોશ રહેતા નથી. આશા પોતે મરતી નથી પણ આશામાં અને આશામાં આપણે મરણને શરણ
જીવને નથી સાચી શ્રદ્ધા પરમાત્માની કે નથી સાચી શ્રદ્ધા પરમાણુની.