________________
૨૦૪
આનંદઘન પદ - ૨૮
મળ્યો છે, જેનાથી ભવભ્રમણથી મુકત થઈ, સર્વ દુઃખ દૂર કરી સર્વ સુખ પ્રાપ્ત કરી શકાય છે. એ તો સર્વોચ્ચપદને પ્રાપ્ત કરી આપનાર સર્વોત્તમ સાધન છે.
જેઓનો વાસ અધ્યાત્મમાં જ છે અર્થાત્ જેઓનો ઉપયોગ સદા પોતાના અંતરગત (સત્તાગત) શુદ્ધ સ્વરૂપ (ધ્રુવાત્મા) તરફ જ વળેલો - ઝુકેલો છે તેવાં અધ્યાત્મનિષ્ઠ - બ્રહ્મનિષ્ઠ - આત્મરત આત્માઓજ મનના આગમ. પિયાલા (પ્યાલા)નું અર્થાત્ મનના પ્યાલામાં આત્મગમ્યતા - આત્માનુભૂતિનો રસ ભરીને, કે જે રસ મનપ્યાલા સિવાય બીજા કશામાં ભરી શકાતો નથી, તેવાં આગમ પિયાલાનું (જ્ઞાન સુધારસનું) પાન કરી મતવાલા એટલે કે આત્મમસ્ત રહે છે - આત્મરમમાણ થઈ સ્વસ્થિત • આત્મસ્થિત સ્વસ્થ - આત્મસ્થ બને છે. પરભાવ - અનાત્મભાવ - જડભાવ સર્વથા છુટી ગયો હોય છે અને ત્યારે ત્યાં ચેતન એની શુદ્ધ ચેતના જે આનંદનો ઘન - સુખકંદ હોય છે એમાંજ ખેલતો - ક્રીડા કરતો હોય છે. અંતરમસ્તીમાં આત્મમસ્ત દશામાં વિહરતા આત્મરંગી રંગ અવધૂતની એ આત્મમસ્તીને ઓળખી - સમજી નહિ શકનારા લોકને, અને લૌકિકને જ જાણનારા સમજનારા જગતના લોકોને તો આવી આત્મદશામાં રમતા અવધુત ધૂની - પાગલ - દિવાના લાગે છે, તેથી . તેમને તો આ જોણું થાય છે. દેખવા-જોવા-માણવા જેવો તમાસો લાગે છે. આશ્ચર્ય થાય છે ! આનંદઘનજી મહારાજાને વધેલી જટા, દાઢી સાથે લગભગ દિગંબર અવસ્થામાં, અવધૂત દશામાં, આત્મમસ્તીમાં, વિહરતા જોઈને, આશ્ચર્યચકિત થઈ આશ્ચર્ય વ્યક્ત કરતાં લોક કહે છે કે આ તે કેવું જીવન ? વ્યવહારમાર્ગની આટલી બધી ઉપેક્ષા અને છતાં નિશ્ચયમાં - આત્મામાં આટલી ઉત્તમ રમમાણતા ! જ્ઞાનીની જ્ઞાનદષ્ટિએ આધ્યાત્મિક પારમાર્થિક વાસ્તવિકતા તો એ હતી કે જગત રંગભૂમિ હતું, જગતના કર્તા ભોકતાભાવમાં રાચતા લોકો એ નાટકના પાત્રો હતાં અને જગતના પળે પળે પલટાતા રંગ એ નાટકના દશ્યો હતાં જેના યોગીરાજજી આનંદઘનજી મહારાજા તો કેવળ જ્ઞાતા - દ્રષ્ટા હતાં. એ તો રંગભૂમિથી - સંસારથી વેગળા થઈ ગયેલાં પ્રેક્ષક હતાં, બબ્બે તેથી ઉપરની કક્ષાએ હતાં. એ તો અંતરતમમાં એવાં આત્મસ્થ થઈ ગયાં હતાં કે બહાર શું થઈ રહ્યું છે તેનું તેમને ભાન જ નહોતું. એ અવધૂત યોગી
આત્મા ને ઓળખાય ત્યાં સુધી જીવને સંસારમાં ચક્રગતિ છે.