________________
આનંદઘન પદ - ૨૮
૨૦૩
સાકરની મીઠાશ ભેળવવાની છે અને ઉપર સ્વાર્પણતા, સર્વાર્પણતા (ત્યાગ વૈરાગ, સંયમ) ના એલચી, કેશર, જાવંત્રી, જાયફળ, બદામાદિના વસાણા-મસાલા મેળવવાના છે અને ગુણસુગંધથી મઘમઘતું બનાવવાનું છે.
જ્ઞાન-ધ્યાનનો બ્રહ્માગ્નિ પ્રજવાલવા (પરજાળવા)નો છે અને તન (દેહ) ભઠ્ઠીમાં એને ખૂબ ખૂબ ઉકાળીને (અવટાઈને), ઘટ્ટ કઢિયળ બનાવીને દેહભાવના વિષયરસ અને કષાયરસને વરાળરૂપે ઊડાવી દઈને જે રસકસરૂપ આત્મામૃતા શેષ રહે છે, તેનો કસ લેતાં લેતાં ચૂસકી ભરતાં ભરતાં એ મનપ્યાલો ગટગટાવી જઈને અર્થાત એને ખાલી કરી અમન એટલે કે ઈચ્છારહિત • આશારહિત, નીરિહી-પૂર્ણકામ અને સંકલ્પ વિકલ્પ (વિચાર) રહિત થઈ નિર્વિકલ્પ બની જવાનું છે. સંતૃપ્ત થવાનું છે.
આમ કુમનને નમનથી સુમન બનાવી સુમનને પણ પાછું નમનથીજ અમન બનાવવાનું છે. અશુભમાંથી શુભમાં અને શુભમાંથી શુદ્ધમાં જવાનું છે. કઢિયળ મેવાસાલા વસાણા ભરપૂર દૂધ પીવાથી જેમ દેહ પુષ્ટ થાય છે અને દેહલાવણ્યમાં વૃદ્ધિ થાય છે તેમ આત્મામૃત - આત્માનુભૂતિના પાનથી આત્મતેજ ઝળહળી ઊઠે છે. અનુભવ લાલી જાગે છે - આત્મા જ્ઞાનપ્રકાશથી ઝળાંહળાં થાય છે.
આગમ પિયાલા પીયો મતવાલા, ચિન્હી અધ્યાત્મ વાસા આનંદઘન ચેતન હૈ ખેલે - દેખે લોક તમાસા. આશા.૪.
પરમાત્મ ભકિતના રંગે રંગાયેલા અવધુત યોગીઓજ આત્માનંદના અનુભવરૂપ, બીજાથી ન કળી શકાય તેવા પ્યાલાઓ ઘૂંટ ભરી ભરીને પીએ છે અને પચાવે છે. જગતના જીવોનો મનરૂપી પ્યાલો તો વિષયોની પરિણતિ અને કષાયોની પરિણતિથી ખરડાયેલો છે. તે અજ્ઞાન જીવોને આ મનનો પ્યાલો જો વિશુદ્ધ હોય તો તેમાં અધ્યાત્મનો વાસ થાય છે તેની ય ખબર નથી અને એ પણ ખબર નથી કે અનંતકાળના ભવભ્રમણ પછી • અનંતા અવતારો બાદ આ મનપ્યાલો કે જે શબ્દ અને ભાષાજ્ઞાન સહિતનું સંક્ષિ એટલે શ્રુતથી સંયુક્ત જ્ઞાણું (શ્રુત સહિતનું મતિજ્ઞાન) પાંચે ઈન્દ્રિયોની પરિપૂર્ણતાની સાથે
અર્વાચીન વૈજ્ઞાનિક શોધખોળોથી સુખ સગવડ વધ્યા પણ શાંતિ, સમાધિ ખોવાઈ ગયા.