________________
૨૦૬
આનંદઘન પદ - ૨૯
પદ - ૨૯
(રાગ - આશાવરી) अवधू नाम हमारा राखे, सो परम महारस चाखे ॥ अवधू. ॥ नहीं हमे पुरुषा नहीं हम नारी, वरन न भात हमारी । जाति न पांति न साधन साधक, नहीं हम लघु नहीं भारी ॥ अ. ॥१॥ नहीं हम ताते नहीं हम सीरे, नहीं दीर्घ नहीं छोटा। नहीं हम भाई नहीं हम भगिनी, नहीं हम बाप न बेटा || अ. ॥२॥ नहीं हम मनसा नहीं हम शब्दा, नहीं हम तरणकी धरणी। नहीं हम भेख भेखधर नाहीं, नहीं हम करता करणी ॥ अ. ॥३॥ नहीं हम दरसन नहीं हम परसन, रस न गंध कछु नाही । आनन्दघन चेतनमय मूरति, सेवक जन बली जाहीं ॥ अ.
યોગીરાજજીએ આ પદ દ્વારા દ્રવ્યાર્થિકનયના સંગ્રહનયભેદ આશ્રિત “હું કોણ ?’ નો જવાબ વેદાંતદર્શન શલીએ નેતિ નેતિથી આપી ચેતન આત્માની સિદ્ધિ નાસ્તિભાંગાથી કરીને જણાવ્યું છે કે જે વ્યવહારમાં દેખાય છે અને હું કહી ઓળખાવાય છે, તેનાથી દેખાતો નથી તે ચેતન તદ્દન જુદો - વેગળો છે. શંકરાચાર્યે એમના આત્મષ્ટકમમાં આવા જ ભાવો વ્યકત કર્યા છે. એ આત્માષ્ટક પરિશિષ્ટમાં જોઈ લેવું.
અવધૂ નામ હમારા રાખે, સો પરમ મહારસ ચાખે. અ. હે આત્મન્ ! અમારું નામ કોણ રાખે ? અમારા નામને કોણ અજવાળી શકશે ? કોણ એ નામને દીપાવશે ? જે કોઈ અમારું નામ લેનારો છે, અમારું નામ દેનારો છે અને અમારા નામે ઓળખાનારો છે તે અમારા નામની યશપતાકા ફરકાવનાર કોઈ મામુલી માણસ નહિ હોય. એ તો કોઈ મહામુલો મહામાનવ નરકેસરી - આત્મપિપાસુ પુરુષોત્તમ હશે, જે પરમનો પ્યાસો પરમપદ -
II8II
સમજથી જે કાર્ય થાય તે આગ્રહથી નહિ થાય,