________________
આનંદઘન પદ - ૨૮
૨૦૧
આશાને ધરનારો - આશા રાખનારો લોકોના ઘેર ઘેર ભટકે, હડે હવે થાય, પૂંછડી પટપટાવે અને પગ ચાટે ત્યારે જેમ કૂકર એટલે કૂતરો કે સ્થાન કેમે કરીને માંડ રોટલાના ટૂકડા ભેગો થાય છે; તે રીતે જ્યારે આશાનો માર્યો જણ કંઈ કેટકેટલે ઠેકાણે ભટક ભટક કરે, કંઈ કેટકેટલાંના મહેણાટોણા સાંભળે, વૈતરું કરે, ચમચાગીરી ખુશામત કરે ત્યારે એની આશાની, માંડ માંડ ઈચ્છિત કલ્પિત સુખનો ટૂકડો મેળવવા પૂરતી પૂર્તિ થાય છે. એ ટૂકડાથી તૃષ્ણા છીપાતી નથી અને વળી પાછો તૃષ્ણામાં તણાઈને આશાનો દોડાવ્યો રેસના ઘોડાની જેમ દોટ લગાવવા માંડે છે. આશાનો ગુલામ - દાસ બની જઈ બીચારો - બાપડો - રાંકડો - લાચાર બની જાય છે. વાઘ બીચારો બકરી બની જાય છે. - જ્યારે પારકી આશ રાખ્યા વિના, જે પોતે જ પોતામાં હાશ (સંતોષ) કરી પલાંઠી વાળીને બેઠો છે, એવો આતમ અનુભવના રસનો રસિયો, જે આત્માનંદમાં ડુબકીઓ મારી રહ્યો છે, તે સ્વાનુભૂતિ સંપન્ન સાધકની ખુમારી કોઈ કયારેય ઉતારી શકતું નથી અને એને ખુવાર કરી શકતું નથી. એ તો સ્વાનુભૂતિની સંપત્તિથી એવો સંપન્ન હોય છે કે જેવાં પેલાં ઋષિ હતાં કે જેણે સામે ચાલીને આવેલાં સમ્રાટ સિકંદરને પણ ખુમારીથી કહી દીધું હતું કે આઘો ખસ ! મારી અને સૂર્યપ્રકાશ (જ્ઞાનપ્રકાશ)ની આડે નહિ આવ ! એ આશાનો દાસ બનીને દોડતો નથી પણ આશાને જ બેઠક બનાવી એના ઉપર ચપ્પટ બેસી જઈ પોતે પોતામાં - સ્વમાં જ લીન બની આત્માનુભતિ રસમાં રસિક રહે છે અને કોઈની પરવા - તમા ન રાખતા પોતા પર જ અને પોતાની આત્મશક્તિ ઉપર જ મુસ્તાક રહે છે. એની ખુમારી - ખુદાઈને કોઈ ક્યારેય ખુવાર કરી શકતું નથી.
જે નિ:સ્પૃહી છે અને તેથી જેને આ જગતમાં કાંઈ જોઈતું જ નથી, જે કોઈની આડે આવતો નથી, જેને કયારે કશું અડે નહિ તેને કોઈ કેવી રીતે નડે ? “કેવળ શુદ્ધાત્માનુભવ (જે પોતાની પોતામાં જ રહેલ આત્મદશા -
સ્વ ત્વ - પોતાપણું સત્ત્વ છે) સિવાય આ જગતની કોઈપણ (પર - જડ) વિનાશી ચીજ મને ખપતી નથી” એવાં નિરપેક્ષ નિ:સ્પૃહ ભાવમાં જે રમે છે તે જગતનો સર્વોચ્ચ શ્રીમંત બલ્ક જગતનો માલિક છે. આજ આત્માનો
કુરગુડુ મુનિ અશનની આસકતથી નહિ પણ અનશનની અશકતથી ખાતા હતાં.