________________
૨૦૦૫
આનંદઘન પદ - ૨૮
થઈ જઈએ છીએ કારણ મરવાના ટાણે પણ હોશ (શુદ્ધિ)માં રહીને મરણને ભેટવાના બદલે જીવવાની આશા રાખીએ છીએ. પછી આશા રહે છે અને આશા રાખનારો રહેતો નથી. જે તે જ્યાં ત્યાંથી લે તે બદનસીબ કે પછી જેને મળેલું નકામું જાય તે કમનસીબ? કોણ વધારે કમનસીબ ? હાથમાં આવેલું ચાલ્યું જાય તે વધુ કમનસીબ, આશા રાખવી એ અપેક્ષાએ કમનસીબી છે. - આશા તો માયાની દાસી છે જે જ્ઞાનસ્વરૂપ સ્મૃતિ પર પડદો (આવરણ) કરે છે - આચ્છાદિત કરે છે - ઢાંકે છે.
શ્રુતિ - સ્મૃતિ - જાગૃતિ તો માયાના પડદાને ચીરનાર આત્માની પ્રજ્ઞા છીણી છે. શ્રુતિ એટલે આગમ શ્રવણ, સ્મૃતિ એટલે આગમઢુત ધારણા અને જાગૃતિ એટલે શ્રુતિ સ્મૃતિને અનુરૂપ જ્ઞાન - વિવેકયુકત જ્ઞાનદશા - જાગૃત (અપ્રમત્ત) દશા.
વેદ અનુસાર શ્રુતિ અને સ્મૃતિ એ સૂર્યપુત્રી છે. જયારે આગમ અનુસાર વિવેક એટલે જાગૃત (અપ્રમત્ત) દશા અર્થાત નિરંતર જ્ઞાનની ઉપસ્થિતિ એવી જ્ઞાનદશા.
સમતા એ શુદ્ધ જ્ઞાનદશાવંત ભગવાન આત્માની પ્રિય પત્ની હોવાના નાતે શ્રુતિ અને સ્મૃતિ જો જ્ઞાનભાનુ રૂપી સૂર્યની પુત્રીઓ છે તો તેમની માતા સમતા છે. જયારે વિવેકને આનંદઘનજી મહારાજાએ સમતાના ભાઈ તરીકે ઓળખાવેલ છે.
પરપરાયાની આશા રાખવી એટલે પરમાં સુખબુદ્ધિ કરવી. પરમાં સુખબુદ્ધિ એ મિથ્યાત્વ છે. એક જ્ઞાનીએ કહ્યું છે કે
નિરાશા કો પી જાઓ ઔર આશા કો મીટા દે.”
ભટકે દ્વાર દ્વારા લોકનકે, કૂકર આશા ધારી; આતમ અનુભવ રસકે રસિયા, ઉતરે ન કબહુ ખુમારી. આશા...૧.
નયનોની અનિમિષતા અને કાયાની સ્થિરતા એ ધ્યાનના પાયા છે.