________________
૧૯૬
આનંદઘન પદ - ૨૭
ભજના કરે છે - તેનું ઘટ (આત્મા) અંતર (ભીતર)માં ધ્યાન ધરે છે તેવાં આત્મપ્રાણથી ધબકતાં, પરમાત્મા બનવા કટિબદ્ધ થયેલાં પ્રાણીઓના પુનિત દર્શન થવાં આ સંસારમાં દુર્લભ છે.
ખગપદ ગગન, મન પદ જલમેં, જો ખોજે સૌ બરા, ચિત્ પંકજ ખોજે સો ચિન્હ; રમતાં આનંદ ભૌરા. અવધૂ૪.
આકાશમાં ઉડ્ડયન કરી રહેલાં ગગનવિહારી ખગપક્ષીના પગલાંને જે આકાશમાં શોધે છે; પાણીમાં તરી રહેલ માછલી (મીન) જેને પગજ નથી તેના પગલાંને જે જલમાં શોધે (ખોજે) છે તે સહુ કોઈ બાવરા (બોરા) - બબૂચક - મૂરખ છે.
એ જ રીતે બહિરાત્મભાવદશામાં વર્તતા જીવો અંતરાત્મદશામાં વર્તતા પગીની પેઠે બહિરાત્મભાવમાં પરમાત્મદશાના પગલાં શોધવા પ્રયાસ કરવો તે પણ મૂર્ખતા છે. જે જ્યાં હોય ત્યાં તેને શોધે તો મળે. આત્મા તો આત્મામાં છે. એ કાંઈ બહાર અનાત્મામાં નથી. પોતાનું પોતામાં હોય એ કાંઈ પરમાં ના હોય. દેવાલયમાં રહેલાં - બિરાજેલા - પરમાત્માના આલંબનથી દેહાલયમાં રહેલાં - હૃદયકમલ (ચિત્ત પંકજ)માં પરમાત્માને શોધે તો મળે. પણ એ માટે દેહાલયને શિવાલય બનાવવું પડે. એટલે જ તો કહયું છે કે “શિવોમૂવા શિરે થનેત: હદયકમલમાં શોધે તો ત્યાં એના ચિહ્નો - લક્ષણો પણ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ જોવાં મળશે. ચિત્તગુણ એટલે કે હૃદયગુફામાં - અંતરના (ભીતર)ના ભોંયરા (ભૌરા)માં એ પોતાના નિત્ય પૂર્ણ સ્થિર આનંદ સ્વરૂપને . ઝંખતો જણાશે. ભોરાનો અર્થ ભ્રમર કરીએ તો ભીતરમાં ખોજીશું તો હૃદયકમલા રૂપી પૂષ્પ ઉપર ભ્રમણ (રમણ) કરતો – ગુંજારવ કરતો આનંદભ્રમર ઓળખાશે. આ સંદર્ભમાં મહોપાધ્યાયજીએ પણ સવાસો ગાથાના સ્તવનમાં ગાયું છે. હું
પર ઘર જોતાં રે ઘર્મ તુમે ફરો, નિજ ઘર ન લાહો રે ધર્મ,
જેમ નવિ જાણે રે મૃગ કસ્તુરીઓ, મૃગમદ પરિમલ મર્મ. ' જેમ તે ભૂલ્યો રે મૃગ દિશિ દિશિ ફરે લેવા મૃગમદ ગંધ; I તેમ જગ ટૂંઢે રે બાહિર ધર્મને, મિથ્યાષ્ટિ રે અંધ.
- ગા. ૧૨-૧૩ • સવાસો ગાથા સ્તવન,
પર્યાયમાં વૈરાગ્ય દષ્ટિ નથી તો નિત્યદષ્ટિ-
નિશ્ચયદષ્ટિ-દ્રવ્યદષ્ટિ સાચી નથી.