________________
આનંદઘન પદ - ૨૭
૧૯૩
આગમો - વેદો - શાસ્ત્રો - પોથીઓ - ગ્રંથો પસ્યા - ભયા. પરંતુ આગમ કે જેમાંથી આત્માની ગમ - સમજણ મેળવીને આત્મા અને એનું પરમા આત્મસ્વરૂપ - પરમાભ્ય જે અલક્ષ્ય - અગમ્ય છે તેને ગમ્ય બનાવવાનું એટલે કે આત્માનુભૂતિ કરવાની હતી તે થઈ નહિ. આત્મામાં છે તે શાસ્ત્રોમાં - આગમોમાં - વેદ પુરાણોમાં આપ્યું છે. આગમ ભણીને આત્માને વાંચવાનો - તપાસવાનો અને વેદવાનો હતો, તે આત્મવેદન થયું નહિ. પરિણામ સ્વરૂપે આગમજ્ઞાનથી આત્માનંદની - જ્ઞાનાનંદની - સ્વરૂપાનંદની પ્રાપ્તિથી જીવનની શુદ્ધતા - સ્વચ્છતા - પવિત્રતા - પ્રશાંતતા - પ્રસન્નતા - સાંપડવી જોઈએ તે સાંપડી નહિ પણ ઊલટો આગમજ્ઞાનનો ભાર - થાક લાગ્યો.
આગમ ભણીને માયા, મમતા, મોહ, અજ્ઞાનને દેશવટો આપી ઋજુ અને પ્રાજ્ઞ બનવાનું તો એકબાજુએ રહ્યું પણ ઊલટા માયાચારી - માયાધારી બની વધુ વક્ર અને જડ થઈ છકી ગયાં છાકટા બન્યા.
આગમ અભ્યાસના જ્ઞાનાચારના વ્યવહારથી જ્ઞાન-આત્મા-નિશ્ચયમાં જવાનું હતું, સમિતિમાંથી ગુપ્તિમાં જવાનું હતું, શુભમાંથી શુદ્ધમાં જવાનું હતું તેને બદલે ઊલટી જ પ્રક્રિયા થઈ. શુભમાંથી અશુભમાં હેઠા ઊતર્યા. પ્રભુના નામે, ધર્મના નામે જ મત, મઠ, પાટો સ્થાપી માયા સેવી માયાચારી - મતાગ્રહી મઠાગ્રહી બનીને ઉભરાયા - છલકાયા. આત્મામાં શમવાનું હતું - ઠરવાનું હતું - સમજીને સમાઈ જવાનું હતું તેને બદલે ઉકળ્યા અને તાતા થયાં - ઉશ્કેરાયા. અધૂરાને અધૂરા જ રહ્યાં. ભરાયા નહિ - પૂરણ થયા નહિ પરિણામે “અધૂરો ઘડો છલકાય” અને “ખાલી ચણો વાગે ઘણો” જેવી સ્થિતિનું - અવદશાનું નિર્માણ થયું.
પોથી ભણી પંડિત થઈ પલિત થયાં, વિદ્વાન થઈને નાદાન બન્યા, સાક્ષર થયાં છતાં રાક્ષસજ રહ્યાં તો પછી એ ભયું શું કામનું? આ તો ભણ્યા પણ ગયા નહિ એવું થયું. સંત કબીરજીએ પણ ગાયું છે.... પોથી પઢ પઢ જગ મુઆ, પંડિત ભયા ન હોય;
ઢાઈ અક્ષર પ્રેમકા પઢે સો પંડિત હોય.
સ્વરૂપના ખલમાં ઉપયોગને ઘૂંટવો તેનું જ નામ સાધના !