________________
૧૯૦
આનંદઘન પદ - ૨૭
છીએ પણ સોયથી સીવીને પહેરણ બનાવતા નથી. વિશ્વના બાહ્ય વ્યવહારમાં ત્યાગ વૈરાગ્ય કેળવવાના છે પણ અંતર સાથે તો જ્ઞાન ધ્યાન કેળવવાના છે.
લક્ષ્યનું લક્ષ્ય જ નહિ રહ્યું. અનાદિકાળથી એ લક્ષ્યનું લક્ષ્ય રાખ્યું જ નથી. લક્ષ્યનું સ્વરૂપ પણ સમજવા મળ્યું નથી તેથી લક્ષ્યનું કોઈ જ્ઞાન કે કોઈ સમજ પણ નથી. અનાદિનો અધ્યાસ થઈ ગયો છે. એટલે જ જ્ઞાનીઓએ અધ્યાત્મક્ષેત્રે એને અલખ અર્થાત્ અલક્ષ્ય કહ્યું.
આવાં અલક્ષ્ય - અલખની ધૂન - આહલેક તો કોઈ મહામહા ભાગ્યશાળી ભવ્યાત્મા જ જગાવે જે વીર હોય - વીરલા - પરાક્રમી હોય. ખાણ તો પથ્થરની હોય. રત્નની ખાણ કાંઈ થોડી હોય ! પથ્થરની ખાણમાંથી રત્નો મેળવવાના હોય જે કવચિત જવલ્લે જ મળી આવતા હોય. દરિયામાં છીપલાં તો ઘણાંય હોય. પણ મોતી આપનારા કેટલા ? આવા અવતારી યુગપુરુષો સો બસો પાંચસો વરસે એકાદા થાય અને તે ય પાછા ઓળખાવા દુર્લભ, તેથી તેમનો ભેટો (મેળાપ) પણ કવચિત કોઈ મહાપુણ્યશાળી ભવ્યાત્માને થાય કે જે ભવ્યાત્મા આવા મહાત્માના વિયોગમાં ઝૂરતો હોય.
દેવચંદ્ર મહારાજાએ પણ મહાવીર સ્તવના કરતાં ગાયું... સ્વામી ગુણ ઓળખી, સ્વામીને જે ભજે, હરિસણ શુદ્ધતા તેહ પામે; જ્ઞાન ચારિત્ર તપ, વીર્ય ઉલ્લાસથી, કર્મ ઝીપી વસે મુક્તિધામે. તાર.
જગત આખું જેમ નામ રૂપાત્મક છે તેમ જગત આખું દ્રવ્ય ભાવાત્મક છે. દ્રવ્યની કિંમત દ્રવ્ય તરીકે તો જ છે જો એ એના ભાવ (ગુણ - સ્વરૂપ)થી યુત છે. હવે અહીં તો થયું એ છે કે ભાવ ભૂલાય ગયો છે અને ક્રિયા - નામ - સ્થાપના - દ્રવ્ય રહી ગયાં છે. આનું દુ:ખ તો ઉપાધ્યાય વીરવિજયજીએ પણ એમની સીમંધર સ્વામીની સ્તવનામાં વ્યકત કરવું પડ્યું.
અજ્ઞાનતા અહીં છવાઈ રહી છે; તત્વોની વાતો ભૂલાઈ ગઈ છે. એવા આત્માના દુઃખ મારા, કહેજ ચાંદલીયા,
કહેજો ચાંદલીયા સીમંધર તેડા મોકલે.
લિાવવું કે ગુણસ્થાનક પણ જો દષ્ટિમાં ગુણગ્રાહિતા લાવવી નથી તો તે કેમ બને ?