________________
૧૮૬
આનંદઘન પદ - ૨૬
મસ્તક ઉપર પગ મૂકીને જે જીવને શિવાલયમાં ધારણ કરે છે એવી વેરાગ્યકળાને જે જુએ છે, જાણે છે, પામે છે તે પુરુષ ધન્યવાદને પાત્ર છે.
શ્રાવિકા રૂપકોષા પણ કહે છે કે હે સારથી ! બાણની શૃંખલા રચી બેઠાં બેઠાં આમ્રવૃક્ષ પરથી આમ્રફળ હસ્તગત કરવાની તારી બાણવિદ્યાની શસ્ત્રકળા. કે સરસવના ઢગલા ઉપર સોય અને તે પર કમલ ગોઠવી એના પર નૃત્ય કરવાની મારી નૃત્યકલા સ્થૂલીભદ્રજીની આત્મકલા આગળ વામણી છે. તેઓશ્રી. તો આનંદના પિંડ પરમાનંદી પરમાત્માના દ્વારે આવી પરમાત્મપદ જે અનંતગણધામ છે તેને જ રટતા હતાં - ઈચ્છતા હતાં અને માગતાં હતાં કેમકે આત્માના અનંતગુણો આગળ આવા ગુણોનું કોઈ મુલ્ય નથી. આત્મગુણો - આત્મકલા આગળ આ બાહ્ય કલાગુણો તો હીન છે, તેથીજ તો યોગીરાજજીએ સ્વયંને ગુણહીન ગણાવ્યા. સ્વરૂપ (આત્મ) ગુણથી યુકત છે તે જ ગુણવાના છે - ભગવાન છે. માટે જ યોગીરાજ પ્રભુઘરે આવી, પ્રભુકારે આવી પ્રવિણતા નહિ પણ પ્રભુતાને - આત્મા જે અનંત ગુણધામ છે તેની માગણી કરે છે - આત્મકલાની માગણી કરે છે.
પદનો બોધ એ છે કે દુન્યવી સાંસારિક કલાઓની પણ કિંમત તો જ ) છે, જો એ આત્મકલા ભણી દોરી જઈ અનંતગુણધામ એવાં પરમપદ પરમાત્મપદની પ્રાપ્તિ કરાવી આપતી હોય. અન્યથા આત્મકલા વિનાની સર્વ કલા એ ગુણ નથી પણ ગુણહીનતા છે કારણ કે એ ગુણથી સ્વરૂપ ગુણ પ્રગટ નથી થતાં તો તે ગુણ અવગુણ ગણાય છે - ગુણહીનતા લેખાય છે..
જ્ઞાનકળા - વૈરાગ્યકળા સિવાયની બીજી બધી કળાઓ ક્ષણિક તોષ આપનારી, બહારથી આત્માને પૂર્ણ દેખાડનારી અને અહંકાર વધારનારી છે પણ તેનાથી આત્મસંતોષ થતો નથી તેમજ ભવભ્રમણ અટકતું નથી.
ચોલ્લક, પાશકાદિ દશ-દશ દષ્ટાંતોથી જેની દુર્લભતા બતાવવામાં આવી છે અને જેની પ્રસંશા કરતા શાસ્ત્રો થાકતા નથી એવા દેવદુર્લભ માનવભવમાં જેણે જ્ઞાનકળા - વૈરાગ્યકળા - આત્મકળા ન જાણી - ન શીખી - ન આત્મસાત કરી તેનો મહામહેનતે મળેલો માનવભવ નિષ્ફળ નહિ પણ નુકસાનકારક
અરૂપી દ્રવ્યનું ગુણકાર્ય સતત, સરળ અને સહજાસહજ હોય છે.