________________
૧૮૪
આનંદઘન પદ - ૨૬
લચ્છન કહેતાં લાંછન કે લક્ષણો ઉપરથી વ્યકિતના વ્યકિતત્વની જાણ કરાવનાર સામુદ્રિક શાસ્ત્ર, જ્યોતિષ વિજ્ઞાન, મંત્રશાસ્ત્ર, તંત્રશાસ્ત્ર, છંદશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, Logic, ન્યાય વ્યાકરણ, વાદવિવાદની કલા, વકતૃત્વ કલા કે કાવ્યરચનાની કાવ્યકલા આદિ હું કાંઈ જાણતો નથી અને જાણવા માંગતો નથી કારણ કે આ બધી ય દુન્યવી જ્ઞાનકલાઓ જ્ઞાનમદને પુષ્ટ કરનારી, હું પણાને - અહંકારને - કર્તાભાવને પોષનારી કલાઓ છે. આધ્યાત્મિદૃષ્ટિએ આ કલા નથી પણ સંસારમાં બાંધી રાખનારા ફંદા એટલે કે ફાંસા છે - છટકો છે. ' - જાપ ન જાનું, જુવાબ ન જાનું, ન જાનું કવિબાતા; ભાવ ન જાનું, ભગતિ ન જાનું, જાનું ન સીરા તાતા. અવધૂ૩.
ઉપાસનામાં વિવિધ પ્રકારના જાપ કરવા, સૂરિમંત્રના જાપ કરવા, પ્રશ્નોના તર્કસંગત યુકિતયુકત જવાબો આપવા કે પછી શતાવધાનાદિના બુદ્ધિપ્રદર્શનના પ્રયોગો કરવા, કાવ્ય સાહિત્યાદિની ચર્ચા કરવી, આદિના ભાવોને હું જાણતો નથી અને તેથી તેવા પ્રકારની ભક્તિ કે ઉપાસના હું જાણતો નથી. વળી (સીરા-તાતા) સુર તાલ ઠેકાપૂર્વક સારંગી તબલાના વાદન સહિત પગે ઘુંઘર બાંધી નૃત્યકલા સહિતની ભકિતને પણ હું જાણતો નથી. અહીં જો સીરા અને તાતાનો અર્થ શીતળ અને ગરમ કે પછી શિખર અને તળેટી એવો કરવામાં આવે તો કહેવું પડે કે હું શીતળતાને એટલે કે શમ-ઉપશમથી તને રીઝવવાનું પણ પૂરેપૂરું જાણતો નથી અને ગરમ એટલે તે તારાથી રુઠવાનું - રીસાવાનું તને ઉપાલંભ - ઓલંભડા આપવાનું પણ જાણતો નથી. તળેટીથી (નીચેથી) શિખર ઉપર ચઢવાનું - પહાડ પર ચઢવાની કલાને પણ હું જાણતો નથી..
આ બધી કલાઓમાં પણ કયાંક કર્તાપણાના ભાવ છે, કયાંક બુદ્ધિ પ્રદર્શન છે, શકિત પ્રદર્શન છે, તો કયાંક શૃંગારરસ છે. - ગ્યાન ન જાનું, વિગ્યાન ન જાનું, ન જાનું ભજનામા, આનન્દઘન પ્રભુકે ઘર દ્વારે, રટણ કરું ગુણધામા. અવધૂ૪.
આવાં બાહ્ય દુન્યવી કલાઓના જ્ઞાન કે વિજ્ઞાન જેનાથી લોક પ્રભાવિત થાય છે અને એની ભજના (પ્રસંશા) કરે છે તેવાં કોઈ જ્ઞાન વિજ્ઞાન કલાને
ખાલી છોડો એમ નહિ પણ બહારથી છોડો અને અંદરથી ભૂલો.