________________
૧૭૮
આનંદઘન પદ - ૨૫
તત્પર બનેલાં સાધકો પોતાથી ઊંચે રહેલાં, ઊંચે ચઢેલાં, સંતોના સમાગમને નિરંતર ઝંખતા હોય છે કે ક્યારે એવાં જ્ઞાની, ધ્યાની, મીની સંત મને મળે, એ મારો હાથ ઝાલે, એની કૃપા ઉતરે અને મને ઊંચે ચઢાવે. શ્રીમદ્જીએ પણ આત્મસિદ્ધિમાં ગાયું છે.....
જેહ સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત,
સમજાવ્યું તે પદ નમું શ્રી સશુરુ ભગવંત. પ્રગટ દીપક અન્ય દીપકને પ્રગટાવે. પામેલો પમાડે.
સંત સનેહી સૂરિજન પાખે, રાખે ન ધીરજ દેહી. કયારે. પ્રભુ પ્રેમની ઉપાસનામાં લીન થઈ ગયેલા, સ્વયં ભગવદ્ સ્વરૂપ થઈને, ભગવાનની વતી ભગવાનનું કાર્ય કરનાર ભગવતી - ભગવદ્ પુરૂષ - પ્રત્યક્ષ જ્ઞાની - યુગપુરષની કે જે નેહસભર સનેહી એવાં સંસારનો અંત આણવાને સક્ષમ સાચા સનેહી સૂરિજન (શૂરવીર પુરષ) કે સાચા સગાં - આત્મસ્નેહી - આત્માના સગાં છે, તેની પાખે એટલે તેની પાછળ પ્રેમઘેલી બનેલી આનંદઘનજી મહારાજાની સમતા - ચેતના હવે વધુ સમય આ દેહના બોજને, દેહની કેદને સહન કરવાની ધીરજ રાખી કે ધીરજ ધરી શકે એમ નથી. એ તો એવું ઈચ્છે છે કે શીધ્રાતિશીધ્ર સ્વયંનુ પરમાત્મસ્વરૂપ (મહીં બેઠેલા ભગવાન આત્મા) આ દેહદેવળમાં જ પ્રગટ થાય - મન મંદિર બની જાય - દિલ એક મંદિર બની જાય. પાખેનો અર્થ જો પાંખો - વિહોણો કરીએ તો હવે સ્થિતિ એ છે કે પ્રગટ (પ્રત્યક્ષ) જ્ઞાની યુગપુરુષના સંગ વિહોણું આ જીવન જીવવા જેવું લાગતું નથી. હવે તો કોઈ સંત સનેહી સૂરિજન એની નેહ સભર નેક (પવિત્ર) નજરે મને જુએ અને એની પાંખમાં (પડખામાં - પાખે) મને લઈ હુંફ આપે - જીવનદાન આપે તો જ આ દેહ (જીવન) ટકે એમ છે, નહિ તો જીવતર મારું એળે (ફોગટ) ગયું એવો ખેદ રહેશે. માટે હે નાથ ! કોઈ મારા ઉદ્ધારક યુગાવતારી પુરુષરૂપે મારે હૈયે આપ હવે અવતરણ કરી મારું વિસ્તરણ કરો ! મમતારૂપી બિલાડી જે મહીં છૂપાઈને બેઠી છે તે હવે મહીંથી પણ નીકળી જાય - સત્તાગત કર્મો જે હજુ સત્તામાં દબાયેલાં પડ્યાં છે તે કયારે માથું ઊંચકે (ઉદયમાં આવે) અને
દોષ સામે આત્માનું રક્ષણ કરે તે ગુણ કહેવાય.