________________
આનંદઘન પદ - ૨૫
૧૭૯
મને પછાડે તેનો કોઈ ભરોસો નથી. માટે હવે એનો મૂળમાંથી નાશ થાય અને મારું મૂળ મૌલિક શુદ્ધસ્વરૂપ પ્રગટ થાય એવી કૃપા થાઓ ! જ્ઞાનવિમલસૂરિજીએ પણ ચૈત્યવંદનમાં માંગ મૂકી છે...
કાયા અતિ - આનંદ મુજ, તુમ યુગપદ ફરસે; તો સેવક તાર્યા વિના, કહો કેમ હવે સરશે ? એમ જાણીને સાહિબા એ, નેક નજર મોહે જોય; જ્ઞાનવિમલ પ્રભુ નજરથી, તેહ શું જે નવિ હોય. જન જન આણલ અન્તરશતની, વાતલડી કહું કહી,
આનન્દઘન પ્રભુ વૈદ્ય વિયોગે, કિમ જીવે મધુમેહી. હજુય અંતરતમમાં નિદ્રા - પ્રમાદ સમયે જે મારી સ્થિતિ થાય છે અને આટ આટલે ઊંચે ચઢ્યા પછી પણ પટકાવાનો જે ભય ભૂતાવળ મને ભડકાવે છે, તેની ગુહ્ય સ્વસંવેદ્ય વેદના - વીતકકથા હું કોની આગળ જઈ કહ્યું અને મારું હૈયું ઠાલવી મારું દુ:ખ હળવું કરું ? સ્વરૂપદર્શન - સ્વાનુભૂતિ થઈ છે તે હજી પાંખી છે - ઝાંખી છે તેથી હજુ પણ હું અસમંજસમાં છું - અસ્પષ્ટ છું. આ કાંઈ જેની તેની આગળ જયાં ત્યાં કહી શકાય એવી અંતરવ્યથા નથી. એ તો એને જ કહી શકાય એમ છે કે જે એને સમજે, એનું ચોક્કસ નિદાન કરી શકે અને જેની પાસે એની ચોક્કસ ચિકિત્સા ઉપચાર) હોય અને ચોક્કસ ઓષધ હોય એવાં ધનવંતરી વેદ્ય, આનંદના સમુહ (ઘન) જેવાં આનંદકંદ સંતા સમક્ષ જ આની રજુઆત કરી શકાય એમ છે. મધુમેહી (મધુપ્રમેહ - ડાયાબીટીઝ)નો રોગી જેમ તેનો પળેપળ ઉપચાર કરનાર તજજ્ઞ વેદ્યની સારવાર વિના જીવી શકતો નથી, એવી દશા પ્રભુ મારી છે કે મને કોઈ એવાં ધનવંતરી વેદ્ય જેવાં સંત મળી જાય અને તે મારા રોગનું નિદાન કરે - મારી અધ્યાત્મકક્ષાને જાણે, તેનો ઉપચાર બતાડે અને મારો ભવરોગ મટાડે એવું ચોક્કસ અસરકારક ભાવ ઓષધ આપે તો મને મારું આત્મઆરોગ્ય પ્રાપ્ત થાય.
હવે જો મધુમેહીનો મધમાખી એવું અર્થઘટન કરીએ તો સમતારૂપી ગુણપુષ્પમાંથી મળતાં મધરૂપી આહાર વિના આ મધમાખી જીવી શકે એમાં
પ્રભુ મહાવીરનું જીવન જાગૃતિ કેળવવા આદર્શરૂપ છે.