________________
આનંદઘન પદ
સ્વરૂપને પામવા માટે સ્વરૂપની ઈચ્છા એ પર્યાપ્ત નથી. એ પ્રથમ ચરણ છે. પણ પછી તો સ્વરૂપની ઝૂરણામાં ઝૂરવું જરૂરી છે. જે સ્વરૂપને પામવા ઝૂરે છે તેનો મોહ અંદરથી હચમચી ઉઠે છે. અનાદિકાળથી આત્મામાં સત્તા જમાવીને બેઠેલા મોહ, વિપર્યાસરૂપી સિંહાસન અને અવિદ્યા નામની ગાત્રયષ્ટિ એટલા ભારે છે કે એને ભલભલા ચક્રવર્તી જેવાં માંધાતાને પણ થાપ ખવડાવી પોતાના ઝપાટામાં લઈ સાતમી નરકના અતિથિ બનાવ્યા છે. પણ જે એની ચાલબાજીને સમજી જાય છે તે પછી તેના ફંદામાં ફસાતો નથી, એને તો પછી પોતાના સ્વરૂપને પામવાનીજ લગની લાગે છે. પછી એને સંસારમાં કશુંજ પ્રાપ્ત કરવા યોગ્ય કે ભોગવવા યોગ્ય લાગતું નથી.
૧૭૬
આનંદઘનજી મહારાજા ભક્તિયોગ દ્વારા મોક્ષપ્રાપ્તિને મેળવતા પરમાત્મભકતોની વિરહવેદના કેવી તીવ્ર હોય છે તેનો આબેહૂબ ચિતાર પોતાના પદોમાં ઉપસાવે છે. જ્ઞાનયોગ કરતાં ભક્તિયોગનો માર્ગ જુદો છે. જ્ઞાનયોગમાં શાંતભાવે પરિસ્થિતિને નિહાળી તેના દૃષ્ટા બનવાનું હોય છે. એમાં કોઈ પણ પરિસ્થિતિનો શાંત અને સહજભાવે સ્વીકાર, સ્વીકાર અને સ્વીકાર હોય છે. . નહિ કોઈ ઈન્કાર કે નહિ કોઈ તકરાર એ જ્ઞાનયોગનું હાર્દ છે. જ્યારે ભક્તિયોગનું હાર્દ રાતદિ' પ્રભુપ્રાપ્તિ માટેનો ઝૂરાપો હોય છે. પ્રભુપ્રાપ્તિના માર્ગે આગળ વધવાની વાત પ્રસ્તુતમાં છે તેનો ખ્યાલ યોગીરાજજી આ પદમાં આપે છે.
સંયોગો કેવાં આવવા એ આપણા હાથની વાત નથી, પણ સંયોગકાળે આપણે કેવાં રહેવું એ આપણા હાથની વાત છે.
૨૪
પરસત્તમાં ભળી જનારા નવી પરસત્તા ઊભી કરે છે.