________________
આનંદઘન પદ - ૨૪
૧૭૫
ગૌતમસ્વામીજી અવિનાશી એવાં ઋષભદેવ જિનેશ્વર ભગવંત અને મહાવીર સ્વામી જિનેશ્વર ભગવંત માટે રચાં, તો રડવું એ આર્તધ્યાન હોવા છતાં શુકલધ્યાને ચઢ્યા અને કેવળજ્ઞાનને પામ્યા.
મન જો માનતું નથી, મન મળતું કે કોળતું નથી તો ચેલુ એટલે ચેલો કે બાળક જેવો બાળક પણ આપણે એને વળગવા જઈએ તો પણ તે આપણાથી. વેગળો-અળગો ને અળગો જ રહે છે. અને જો મન મળી જાય છે તો પછી એ આપણાથી અળગો પણ પડતો નથી. જેવું બાળકનું છે તેવું જ ચેલાનું છે. મન મળ્યાં તો ગુરૂચેલાના દેહ અળગા પણ મન એક. પરંતુ મન ફર્યા કે મનભેદ થયો તો ગુરૂચેલા હોવા છતાં ચેલો ગુરૂની પૂંઠ કરીને બેસશે અને ગુરૂની સન્મુખ ન રહેતાં વિમુખ રહેશે. . જો બાળક જેવું બાળક કે પછી ચેલા (શિષ્ય) જોડે પણ મન મેળવ્યા વિના - મનનું જોડાણ - સંધાણ થયા વિના મેળ નથી પડતો તો પછી આનંદના ઘન સ્વરૂપ ચિધ્ધન - આનંદઘન પ્રભુ સાથે મનનું મેળવણ ન થાય ત્યાં સુધી આત્મનું ગળપણ આનંદકંદ - સુખકંદ મળે કેવી રીતે ? પરમાત્મા બનાય કેવી રીતે ? ચેતનાનું ચેતન સાથે કેમ કરી મિલન થાય ?
આથી જ તો યોગનિષ્ઠ આચાર્ય ભગવંત બુદ્ધિસાગર સૂરીશ્વજીએ કહેવું , પડ્યું.....
મન મળતાં મેળો કહ્યો, મેળા બીજા ફોક,
મન મેળવણ બોલવું, રણમાં જેવી પોક. . મન મળ્યાવરણ પ્રેમ નહિ, મનમેળા મુશ્કેલ
બુદ્ધિસાગર જાણવું, અનુભવીને સહેલ. પદનો બોધ એ છે કે મનમેલૂ - મનના માણીગર પરમાત્મા માટેનો મનનો સતત ઝૂરાપો મનને વિનાશીથી વેગળો રાખશે અને અવિનાશીથી ઢંકડો - મળેલો (જોડાયેલો) રાખશે અને મેળો કરાવી આપશે. એ માટે કુમનને સુમન બનાવી સતત નમનમાં (નિરહંકાર - નમ્ર - લઘુભાવ - નિર્વિશેષભાવમાં) રાખશો તો અમન થતાં પરમાત્મન્ સ્વયં બનશે.
સ્વસત્તામાં રહી પરસત્તાનો નિકાલ કરવાનો છે.