________________
આનંદઘન પદ ૨૪
અક્કડ રહેતાં કુમનને સુમન બનાવી નમન કરતું કરીએ તો તે અમન થાય પરમાત્મન્ બનાય.
અને ભગવાન
–
૧૭૩
મન મેલીએ (મૂકીએ) નહિ ત્યાં સુધી આત્માને પામીએ નહિ. દ્વાદશાંગીના રચયિતા ભગવાન મહાવીર સ્વામીના પરમ વિનીત, પ્રથમ શિષ્ય, પ્રથમ ગણધર, પંદરસો . તાપસોના ઉધ્ધારક, પચાસ હજાર કેવળી ભગવંતના ગુરૂ, કેવળજ્ઞાનદાતાર એવાં ગૌતમસ્વામી ગણધર ભગવંતે ક્યારેય પ્રાપ્ત મનનો ઉપયોગ નહિ કરતાં, તેને ભગવાનને ચરણે ધરી નમનભાવમાં રહ્યાં તો અમન થયાં. આત્માને પરમાત્મસ્વરૂપ બનાવી શકયા.
જ્યાં સુધી મન છે ત્યાં સુધી આત્માનો વાસ પરઘરમાં છે. પરઘરમાં કેલી એટલે ક્રીડા (રમત) કેમ કરીને કલીએ (રમીએ) ? પરઘર એ તો પરસત્તા છે. સ્વઘેર જ સ્વસત્તા હોય. પરમાં પરાધીનતા હોય અને સ્વમાં સ્વાધીનતા હોય. ઓત્મા પરથી પર થાય અને સ્વમાં સ્થિત થાય તો પોતાની પોતાનાની સાથે કેલી-ક્રીડા થાય. સાચો શુદ્ધ સ્થાયી આનંદ પમાય, જે સહજ સરળ સતત અને સ્વાભાવિક, અપ્રતિપક્ષી, અપૂર્વ છે.
બાકી અજ્ઞાનવશ મમતાના પારકા ઘરમાં રહીને કરાતી ક્રીડા (કેલી-રમત) એ તો રેતીના કોળિયા વાળવા જેવી હાસ્યાસ્પદ મૂર્ખ ચેષ્ટા છે. રુક્ષ એવી રેતીના કોળિયા વાળી શકાય નહિ અને રેતીનો ફાકડો મારી મોઢામાં નાંખીએ તો સ્વાદ આવે નહિ, ગળે ઉતરે નહિ, તૃપ્તિ થાય નહિ પણ ઊલટું મોઢું બગડી જાય. પરના માધ્યમમાંથી મળતું સુખ એ આભાસી અને વૈભાવિક દશાનું સુખ છે, જે એના પ્રતિપક્ષી દુ:ખને આપનાર છે. એ ભેળસેળિયું, અપૂર્ણ, પરાધીન, તરતમતાવાળું અસ્થાયી સુખ છે. એ સુખને આનંદ માનીએ છીએ તે ભ્રમણા છે. આ વિષયમાં સુભમ, બ્રહ્મદત્ત, દુર્યોધન, રાવણ, સિકંદર, હિટલર, સદામ હુસેન આદિ માધાંતાઓના કથાનકમાંથી ધડો લેવાં જેવું છે.
મનનો મેલાપી પરમાત્મા હજુ મળ્યો નથી, એ હકીકત છે પણ એ મળ્યા વિના આત્માનંદ, પ્રજ્ઞાનંદ, નિજાનંદ, સહજાનંદ, બ્રહ્માનંદ, સિદ્ધાનંદ, પરમાનંદ થવાનો નથી. એ માટે જ મનને સુમન બનાવી નમન કરતાં થઈશું તો
મોક્ષમાર્ગ ત્યાગથી નથી પણ પરિત્યાગથી છે. (પરિત્યાગ = ત્યાગની સહજાસહજવર્તના)