________________
૧૭૦
આનંદઘન પદ
વર્ષાબુંદ સમુદ્ર સમાની, ખબર ન પાવે કોઈ; આનન્દઘન વ્હે જ્યોતિ સમાવે, અલખ કહાવે સોઈ. અવધૂ...૪.
૨૩
વરસાદનું બિંદુ સાગરમાં સમાઈ જઈ સાગરમાં ખોવાઈ જઈને સાગરરૂપ બની ગયું. પરંતુ કેઈને એ ખબર પડતી નથી કે સાગર - સિંધુ પણ આખો ને આખો એ બિંદુમાં સમાઈ ગયો છે. કબીરજીએ પણ ગાયું છે કે...
બુંદ સમાના સમુદ્રમેં, જાનત હૈ સબ કોય; સમુદ્ર સમાના બુંદમેં, જાને વિરલા કોય.
બિંદુ સિંધુમાં ભળ્યું તો સિંધુરૂપ થયું. અંશાનુભૂતિ વિકસિત થતી થતી, સહુમાં શુદ્ધાત્મા, સિદ્ધ સ્વરૂપ જોતી, પરાકાષ્ટાની બ્રહ્મદષ્ટિરૂપે વિકસિત થઈ જગત આખાને નિર્દોષ જોનારી બની અને અંતે સિદ્ધસમ અંશ પૂર્ણ થતાં સિદ્ધસ્વરૂપ બન્યો એટલે કેવલિ સમુદ્ઘાત કરવા પૂરતા સમય માટે લોકાકાશ ક્ષેત્ર વ્યાપી વિરાટ થયો અને કેવળજ્ઞાન પ્રકાશથી લોકાલોક-બ્રહ્માંડ આખામાં વ્યાપક બન્યો. આત્માના એક એક પ્રદેશે રહેલાં કેવળજ્ઞાનમાં સર્વક્ષેત્રના, સર્વકાળના, સર્વદ્રવ્યો એના સર્વ ભાવ (ગુણપર્યાય) સહિત ઝળકે છે પ્રતિબિંબિત થાય છે. એવો સર્વ જ્ઞેયોનો જ્ઞાયક સર્વજ્ઞ હોવાની અપેક્ષાએ, આત્માના એક પ્રદેશરૂપ બિંદુમાં સર્વ જ્ઞેયોનો સિંધુ સમાઈ ગયો એ આશ્ચર્યકારક બીનાની કોઈને ખબર પડતી નથી.
વર્ષાબિંદુ જે સિંધુમાં સમાઈ ગયું તેનું ઉદ્ગમસ્થાન પણ સિંધુ જ હતું. સાગરના પાણીની વરાળ થઈ વાદળી બની જે વરસી તેનું બિંદુ સાગરમાં સમાણું અર્થાત્ પોતે પાછું પોતામાં ફર્યું અર્થાત્ સ્વમાં સમાયું. એમ એક એક આત્મપ્રદેશથી પર (જડ પુદ્ગલ) ઘેર જઈ બિંદુસમ બની ગયેલાં દર્શન જ્ઞાન આનંદાદિ ગુણો સ્વઘેર પરત સ્થિત થતાં સિંધુ સમ બન્યા. પોતે પોતામાં સમાઈ ગયા. પ્રાપ્તની પ્રાપ્તિ કરી.
આનંદઘન વહેતી જ્યોતિ, જ્યોતિમાં સમાઈ ગઈ. અર્થાત્ કળી પુષ્પ બનતાં, આમ્રમંજરી આમ્રફળ થતાં એટલે કે અંશાનુભૂતિ સર્વાનુભૂતિ થતાં પોતાના વસ્તુત્વ, અસ્તિત્વ અને વ્યક્તિત્વને અકબંધ રાખી, અન્ય સિદ્ધાત્મા ક્રિયા કરતા ભાવ ચઢે અને ભાવ કરતાં પરિણતિ ચઢે.