________________
૧૬૮
આનંદઘન પદ - ૨૩
‘એક દીન દેઢી ઘેરી’ એવો પાઠાંતર પણ છે. એને અનુલક્ષીને અર્થઘટન કરીએ તો એક દિવસ પૂરતું દઢ બની, એ ઠગારી માયા બિલાડીને ઘેરી લઈ રોકી રાખી, ગુણોને પરાકાષ્ટાના વિકસાવી સ્વરૂપગુણ - આત્મધર્મ - સહજ સ્વભાવ પ્રગટ કરી લે ! કળીને કમળરૂપ વિકસાવી લે ! આશ્રમંજરીને મીઠાં મધુરા મનોહર રસાળ આમ્રફળરૂપે ફળાવી લે !
જરા જનમ મરન બસ સારી, અસરન દુનિયા જેતી; દેઢવ કાંઈ ન બાગમેં મીયાં, કિસપર મમતા એતી. અવધૂ...૨
આખી (સારી)ય આ દુનિયા - જગતમાં જેટ જેટલાંય (જેતી), જીવો છે એટએટલાં (એની) બધાંય જીવો જન્મ-જરા-મરણને વશ પડેલાં એ ચક્રાવાથી અસરગ્રસ્ત છે. જન્મ-જરા-મરણ એ કર્મઘટમાળ છે, જેનાથી કોઈ સંસારી બચી શકયું નથી અને બચી શકતું નથી. આ વિશ્વ આખામાં કોઈ કોઈને અવતરતું (જન્મતું) વિકસતું, વિરૂપ વૃદ્ધ થતું અને અંતે વિલય પામતું (મરતું) અટકાવી શકતું નથી. સહુ કોઈ એ બાબત લાચાર, અશરણ અને પરવશ છે.
પરંતુ તે યોગસાધક ચેતને તો મીયાં એટલે જેની પર મોહ થાય અને માલિકીપણાના મદમાં મીયાં બની - કોલર ઊંચો રાખી ફરી શકાય એવું મોહ પમાડનાર • દાઢ સળકાવનાર કાંઈ પણ તારા જીવનબાગ, જે ગુણપુષ્પોથી નવપલ્લવિત થયો છે, એમાં રાખ્યું નથી. પછી એવી સ્થિતિમાં - એવામાં (એની) મમતા માયા કોની ઉપર અને કોને આધારે રહે અને ટકે ? માયા ચેરીને ચરવાનો ચારો (ખોરાક) જ ન રહ્યો, તો પછી એ ભૂખાળવીનું પોષણ ન થતાં હવે એને ચેતન તારા જીવનબાગમાંથી પલાયન થવા સિવાય કોઈ બીજો આરો વારો કે ઈલાજ નથી.
અનુભવ રસમેં રોગ ન સોગા, લોકવાદ સબમેટા; કેવલ અચલ અનાદિ અબાધિત, શિવશંકરકા ભેટા.૩.
ચેતન જ્યારે એની ચેતના એટલે આત્માનુભવના રસમાં રંગાઈ ગયો છે પછી એને રોગ શું? રાગ શું ? સોગ-શોક શું ? અને દ્વેષ શું ?
ઘર્મી પુણ્યમાં મહાલે નહ કારણ એ પુણ્યકાળને નજરકેદ ગણે છે.