________________
૧૨૬
આનંદઘન પદ - ૧૮
પદના આ ચરણમાં પણ યોગીરાજ આગળ શીખ આપે છે કે.. પોતામાંજ રહેલ પોતાની શુદ્ધતાને - પવિત્રતાને - પરમાત્મસ્વરૂપને નેહથી - પ્રેમથી - નેક એટલે પવિત્ર નજરે નિહાળો અર્થાત્ પોતાના ધ્રુવ શુદ્ધાત્મપણાને - પવિત્રતાને પરખો. ‘સહજાનંદી શુદ્ધસ્વરૂપી અવિનાશી હું પરમાત્મસ્વરૂપ છું', એનું જ્ઞાન અને ભાન કરો. . પ્રભુ પાસે પ્રાર્થના કરો કે પવિત્રતાનું નિરંતર ભાન રહ્યાં કરે અને પવિત્રતા દિનપ્રતિદિન સંવર્ધિત થતી પલ્લવિત રહ્યાં કરે જેથી હે નાથ ! મારો આત્મા, પ્રેમ, લાગણી વિહોણો રુખો સુકો લાગણીહીન જ કઠોર નઠોર ઉજજડ ન બને.
યોગીરાજજી હજુ આગળ નાથને પ્રાર્થે છે કે હે મારા વહાલા પ્યારા પરમાત્મા ! આપની એવી કૃપા થાઓ કે મને તનક એટલે તીક્ષ્ણ - સૂક્ષ્મ એવી આરપાર જોનારી દીર્ઘકાલીકી, દષ્ટિવાદોપદેશીકી સંજ્ઞા - દૃષ્ટિ પ્રાપ્ત થાય. જો આવી દૃષ્ટિ મળે તો મારી પર્યાયદષ્ટિ ટળી જાય, દ્રવ્યદૃષ્ટિ મને મળી જાય જેથી જન્મ, જરા (ઘડપણ) અને મરણના મારા કારમાં દુ:ખ ટળી જઈ, ભવોભવના ફેરા ટાળી ભવાંત કરું અને અજરામરતાના સુખને હું પામું. કારણ કે પર્યાયર્દષ્ટિ ભેદમાં પણ ભેદ પાડનાર છે જયારે દ્રવ્યદૃષ્ટિ ભેદમાં પણ અભેદભાવમાં રાખી અભેદથી અભેદ કરાવી આપનાર છે.
નિસી અંધિયારી ધનઘટા રે, પાઉ ન વાટકે કંદ; કરુણા કરો તો નિરવહું પ્યારે, દેખું તુમ મુખ ચંદ. રીસા...૪.
આષાઢી અમાસની વાદળછાયી કાળી રાત્રી જેવું અજ્ઞાનનું ઘનઘોર અંધારું છવાઈ ગયું છે, પુદ્ગલના મોહની જાળમાં ફસાઈ ગયો છું અને કર્મની જાળમાં એવો જકડાઈ ગયો છું કે આ ફંદામાં ફસાયેલા મને વાટ-માર્ગ તો દેખાતો નથી પણ પગ મુકવાની જગાય નજરે ચઢતી નથી. હવે તો હે કરુણાના સાગર પરમાત્મા ! આપ કરુણા કરો તો જ આ અંધકાર વચ્ચે નિરવહી - ટકી શકું, માર્ગ કાઢી - ખોળી શકું, જો આપના ચંદ્ર જેવાં શીતળ સ્વ પર પ્રકાશક મુખચંદ્રના દર્શન થાય. હે દયાનિધિ આ દીન ઉપર દયા કરી આપનો જ્ઞાનપ્રકાશ
આત્મા નહિ ઓળખાય તો કાંઈ નંહિ પણ બુદ્ધિની શેતાનીયતને તો ઓળખી લ્યો.