________________
૧૬૦
આનંદઘન પદ - ૨૨
હવે માત્ર ભૂતકાલીન કૃતિઓના - કર્મોના ઉકેલ - નિકાલ - નિર્ઝરણનોજ પ્રસ્ત રહે છે. આ થઈ વૈયકિતક પ્રક્રિયા. પણ સમષ્ટિગત વિચારીએ તો સૃષ્ટિ સમસ્તિનો પણ કોઈ એક વ્યકિતવિશેષ રચયિતા નથી પણ તે સામુહિક કૃતિનું સામુહિક પરિણામ છે. વ્યકિત વિશેષને એના જેવાં પૂર્વક હતાં તે પૂર્વકરણીને અનુસાર એ કર્મોના પરિણમન માટે તેવા બાહ્ય સંયોગો તેને ઉપલબ્ધ થાય છે. માટે જ કહ્યું છે કે મોક્ષ - સિદ્ધપદ કે જે અકર્તાપદ છે તેનો યોગ્ય અકર્તાપણામાં રહીશું તો અકર્તાપદ પ્રાપ્ત કરીશું. એ પદ ચોથા આરામાં અને વજઋષભ નારાચ સંઘયણથી પ્રાપ્ત છે, જે માટે વર્તમાન કાળમાં ચોથા આરામાં વજઋષભનારાચ સંઘયણ પ્રાયોગ્ય કૃતિ-ભાવો કરીશું તો તે પ્રાપ્ત થશે. સૃષ્ટિકર્તા કોઈ વ્યકિત વિશેષ નથી એના સ્પષ્ટીકરણ માટે થઈને આટલી પ્રાસંગિક વાત કરી છે.
જનમ મરણ બિન નહીં રે, મરણ ન જનમ વિનાય, દીપક બિન પરકાશતા પ્યારે, બીન દીપક પરકાશ. વિ.૪.
જનમ, મરણ વિના નથી હોતો. કયાંક કોઈક ઠેકાણે મરણ પામે છે ત્યારે તે જીવ કોઈક અન્ય ક્ષેત્રે અન્યકાળમાં અન્યરૂપ અને અન્યપર્યાયરૂપે તે જનમો ધારણ કરે છે. આમ જનમના મૂળમાં મરણ છે અને પાછું જનમના ફળમાં મરણ છે. જનમ શબ્દ જ મરણ સૂચક છે કે જનમ તેનું નક્કી મરણ. એક માત્ર સિદ્ધાવસ્થા છે કે જયાં જન્મ નથી. એ અજન્માવસ્થા છે કારણ કે તે અદેહી - અશરીરી - અનામી - અરૂપી - અમૂર્ત અવસ્થા છે. એ અજન્માવી છે છે માટે જ તે અક્ષય - અક્ષર - અજરામર - અવિનાશી એવી અવ્યાબાધ અગુરુલઘુ અવસ્થા છે. એજ તો જનમ-મરણના ચક્રાવામાંથી મુક્તિ-મોક્ષ છે.
દીવા વિના અજવાળું (પ્રકાશ) નથી અને કોઈ પ્રકાશ એના પ્રકાશક (દીવા) વિહોણો નથી.
એક દીવો એટલે કોડિયું, તેલ, વાટ, દીવાસળી અને દીવાસળી ચાંપી દીવો પ્રગટાવનાર કોઈ વ્યકિત. આટલા કારણો ભેગાં મળે ત્યારે કર્તા દ્વારા કારણો વડે કરણી એટલે કે દીપપ્રગટીકરણનું કાર્ય (કૃતિ) થાય.
=
"
વ્યવહારમાં જે મોટો બનશે એ અધ્યાત્મમાં નાનો બની રખડશે.